ETV Bharat / city

પદ્મશ્રી ગેનાભાઈ પટેલે ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં ભાગ લીધો

author img

By

Published : Mar 8, 2021, 4:44 PM IST

Updated : Mar 8, 2021, 5:21 PM IST

અમદાવાદમાં ત્રિ-દિવસીય ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનો પ્રારંભ રિવરફ્રન્ટ ખાતે થયો છે. સમગ્ર ગુજરાતમાંથી ઓર્ગેનિક કૃષિપેદાશો લઇને ખેડૂતો અહીં વેચવા આવ્યાં છે. જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરાયું હતું. મુખ્ય અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજય કૃષિ પ્રધાન આર.સી.ફળદુ પણ આ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા.

પદ્મશ્રી ગેંનાભાઈ પટેલે ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં ભાગ લીધો

  • રિવરફ્રન્ટ ખાતે ત્રિ-દિવસીય ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનો થયો છે પ્રારંભ
  • 2017માં ગેનાભાઈને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો
  • અમદાવાદમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં ગેનાભાઈએ ઓર્ગેનિક દાડમ વેચ્યા

અમદાવાદઃ ત્રિ-દિવસીય ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનો પ્રારંભ રિવરફ્રન્ટ ખાતે થયો છે. સમગ્ર ગુજરાતમાંથી ઓર્ગેનિક કૃષિપેદાશો લઇને ખેડૂતો અહીં વેચવા આવ્યાં છે. ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકાના ગોળિયા ગામથી દિવ્યાંગ ગેનાભાઇ પટેલ પોતાના ખેતરમાં ઉગેલા ફ્રેશ અને ઓર્ગેનિક દાડમ વેચવા આવ્યા હતા. ગેનાભાઈને ઉન્નત ખેતી વિકાસ બદલ 2017માં પદ્મશ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન, રાજ્યપાલ, નાયબ મુખ્ય પ્રધાન અને રાજય કૃષિ પ્રધાનની પણ આ ફેસ્ટિવલમાં તેઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગેનાભાઈએ જણાવ્યું હતું કે, આ મેળાનું આયોજન કરવા બદલ તેઓ સરકારના આભારી છે. અમદાવાદ શહેરમાં જ્યાં ઉભા રહેવા પણ જગ્યા ન મળે, તેવા પ્રાઇમ લોકેશન પર આ મેળાનું આયોજન કરાયું છે.

દાડમ
દાડમ

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા

ગેનાભાઈ આ ફેસ્ટિવલમાં 100 રૂપિયા કિલો ઓર્ગેનિક દાડમ વેચી રહ્યા છે

ગેનાભાઈએ વાવેતર કરેલા દાડમ દુબઈ, શ્રીલંકા જેવા દેશોમાં જાય છે. સામાન્ય રીતે બજારમાં દાડમનો ભાવ 150-175 રૂપિયે કિલો છે. પરંતુ ગેનાભાઈ આ ફેસ્ટિવલમાં 100 રૂપિયા કિલો ઓર્ગેનિક અને મોટા દાડમ વેચી રહ્યા છે. ગેનભાઈનું કહેવું છે કે, વચેટીયા અહીં નથી. જેથી લોકોને દાડમ સસ્તા પડે છે અને ખેડૂતને પણ ફાયદો થાય છે. આવા મેળાઓ આખા દેશમાં થવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેઓ પણ ગેનાભાઈના વખાણ કરી ચુક્યા છે. ગેનાભાઈ 'ફાર્મ પ્રોડૂસર્સ એસોસિએશન' ચલાવે છે. જેમાં 08 હજાર જેટલા ખેડૂતો જોડાયેલા છે. તેઓ દેશના ખૂણે-ખૂણે કૃષી પેદાશ પહોંચાડી રહ્યા છે. તેમના દાડમ જમ્મુ-કાશ્મીર સુધી પહોંચે છે અને ત્યાંથી સફરજન અહીં આવે છે. આમ બંને તરફ ફાયદો થાય છે.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ગેનાભાઈ પટેલ

કૃષિ કાયદાને આપ્યું સમર્થન

ગેનાભાઈએ કૃષિ કાયદા પર બોલતા જણાવ્યું હતું કે, ખરેખર તો કૃષિ કાયદામાં વચેટિયાઓનો ખાત્મો થશે. ખેડૂતોની આવક વધશે અને ગ્રાહકોને પણ સસ્તા ભાવે કૃષિ પેદાશ મળશે. જેથી ખેડૂતોને ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં.

Last Updated : Mar 8, 2021, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.