- ઓક્સિજનની અછત વચ્ચે બહારથી આવશે ઓક્સિજન
- અમદાવાદ મનપાએ પોલીસ અને મનપા અધિકારીઓને સોંપી જવાબદારી
- પોલીસ એસ્કોર્ટ સાથે અમદાવાદ લવાશે ઓક્સિજન
અમદાવાદ: દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. જેને લઈને તંત્ર સતર્ક હોય તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. કોરોના કેસોમાં સતત વધારાને પગલે ઓક્સિજન અને કોરોનાની સારવારમાં વપરાતી દવાઓ અને બેડની અછત સર્જાઇ છે. ત્યારે, અમદાવાદ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોરોનાને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ઓક્સિજનની માગમાં પણ વધારો થયો છે. શહેરમાં દિવસેને દિવસે ઓક્સિજનની અછતને કારણે અનેક દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે, અમદાવાદ મનપા દ્વારા ઓક્સિજનનો જથ્થો બહારથી લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની મહત્વની જવાબદારી અમદાવાદ મનપાના અધિકારીઓને આપવામાં આવી છે.
આ પણ વાંચો: નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને ટાળવા લગાવાયા 5 ટેન્ક
ભરૂચથી લાવવામાં આવશે ઓક્સિજન
ઉલ્લેખનીય છે કે, આ માટે અમદાવાદ પોલીસના 7 અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઓક્સિજન ભરૂચથી અમદાવાદ લાવવામાં આવશે અને અહીંથી ઓક્સિજન લાવતી ટ્રકોને પોલીસ એસ્કોર્ટ સાથે લાવશે.
આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માત્રામાં વધારો, દરરોજ કરવામાં આવી રહ્યું છે રિફીલિંગ