- ગુજરાતમાં નવ ઓક્સિજન પ્લાન્ટનું VYOના સહાયથી સ્થાપન
- કોરોનાની લહેરને પહોંચી વળવા માટે ઓક્સિજન પ્લાન્ટ કરાયું લોકાર્પણ
- ઓક્સિજન પ્લાન્ટ ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં સંસ્થા દ્વારા સ્થાપવામાં આવ્યા
અમદાવાદ: કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોને ઓક્સિજનના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. ત્યારે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને પહોંચી વળવા માટે સરકાર સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ, NGO અને NRI દ્વારા પણ અનેક પ્રકારની સહાય કરવામાં આવતી હોય છે. ત્યારે, વ્યવસ્થા દ્વારા પણ નવ ઓક્સિજન પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપના કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ
VYO દ્વારા સ્થાપવામાં આવેલા નવ પ્લાન્ટનું લોકાર્પણ
વૈષ્ણવ વણિક સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના નેતાઓ વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે VYO દ્વારા સ્થાપવામાં આવેલા નવ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરાના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ગૃપ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરાઇ