ETV Bharat / city

આંશિક લોકડાઉન અને નાઈટ કરફ્યૂને લઈને વેપારીઓમાં રોષ - અમદાવાદ ન્યૂઝ

કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરો સહિત 20 જિલ્લાઓમાં રાત્રી કરફ્યૂ વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત આંશિક લોકડાઉનની વાતને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂના ટાઈમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કરફયૂ લાગુ કરવામાં આવ્યો છે.

આંશિક લોકડાઉન અને નાઈટ કરફયૂને લઈને વેપારીઓમાં રોષ

author img

By

Published : Apr 10, 2021, 4:38 PM IST

  • આંશિક લોકડાઉન અને નાઈટ કરફયૂને લઈને વેપારીઓમાં રોષ
  • સરકાર પોતાના સ્વાર્થ માટે કામ કરી રહી છે: વેપારી
  • સરકારે ખાણી-પીણી સાથે સંકળાયેલા વેપારીઓને રાહત આપવી જોઈએ: વેપારી

અમદાવાદ: સરકાર દ્વારા લગાવેલા કરફયૂને લઈને વેપારીઓનું કહેવું છે કે, જ્યારે ચૂંટણી હતી ત્યારે શું સરકારને કોરોના દેખાયો નહોતો...? ત્યારે બીજી તરફ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં મેચ માટે લોકોની ભીડ એકઠી કરી હતી, ત્યારે સરકારને માત્ર પોતાની કમાણી જ દેખાઈ હતી...? આ ઉપરાંત રાત્રી કરફ્યૂને લઈને તંત્ર દ્વારા એટલે કે પોલીસ દ્વારા વેપારીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે. તેઓ આક્ષેપ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે, મોટા નેતાઓ જ્યારે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરે તો તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી..? શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે....? નેતાઓને શું નિયમો લાગુ પડતા નથી...? તેવું વેપારીઓ પૂછી રહ્યા છે.

સરકાર પોતાના સ્વાર્થ માટે કામ કરી રહી છે: વેપારી

આ પણ વાંચો: જૂનાગઢના વેપારીઓનો મત: માત્ર રાત્રિ કરફ્યૂથી કોરોના વાઈરસ રોકાશે, તેવો સરકારનો તર્ક હાસ્યાસ્પદ

બજારના વેપારીઓ રોજીરોટી માટે નોકરી કરવા બન્યા મજબૂર

સરકાર દ્વારા વેપારીઓ માટે રાહત આપવી જોઈએ અને વેપારીઓને ધંધો કરવા માટે આંશિક છૂટછાટ આપવી જોઈએ. તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાત્રીમાં ખાણી-પીણી બજારના વેપારીઓની હાલત કફોડી બની છે. પોતાની રોજીરોટી માટે તેઓ નોકરી કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત તેમના ત્યાં કામ કરતા કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે. કારણ કે તેઓ જ પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવી રહ્યા છે, તો પોતાના કારીગરોને ક્યાંથી નોકરી પર રાખે...!!!

આ પણ વાંચો: રાત્રી કરફ્યૂને લઈને ભાવનગરના વેપારીઓએ નોંધાવ્યો પોતાનો મત

વેપારીઓમાં સરકાર સામે રોષ જોવા મળ્યો

આ મામલે વેપારીઓમાં સરકાર સામે રોષ જોવા મળ્યો હતો. વેપારીઓ સાથે પોલીસની તકરારના અનેક કિસ્સા સામે આવ્યા છે, એટલે પોલીસ દ્વારા પણ વેપારીઓને હેરાનગતિ કરવામાં આવે છે. એવું વેપારીઓ કહી રહ્યા છે. ત્યારે વેપારીઓની સરકાર સામે માંગ છે કે કરફ્યૂ ટાઈમ થોડો ઓછો કરવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.