ETV Bharat / city

Organ donation in Gujarat : એક જ દિવસમાં 3 જિલ્લાના આટલા લોકોને મળ્યું નવજીવન, પ્રથમ ઘટના જાણો - ગુજરાતમાં એક દિવસમાં 3 બ્રેઇનડેડના અંગદાન

અંગદાન મહાદાનના સૂત્ર સાથે છેલ્લાં કેટલાક સમયથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે આ પ્રવૃત્તિમાં વેગ આવતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ જિલ્લામાં અંગદાનના (Organ donation in Gujarat ) સત્કાર્યોની મહેંક રાજ્યભરમાં ફેલાઈ (Organ donation of 3 brain dead in one day in Gujarat) છે.

Organ donation in Gujarat : એક જ દિવસમાં 3 જિલ્લાના આટલા લોકોને મળ્યું નવજીવન, પ્રછમ ઘટના જાણો

author img

By

Published : May 26, 2022, 5:43 PM IST

Updated : May 26, 2022, 5:53 PM IST

અમદાવાદ- રાજ્યમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા અને જૂનાગઢમાં અંગદાન (Organ donation 2022) થયું છે. રાજ્યમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ અંગદાન (Organ donation of 3 brain dead in one day in Gujarat) થયું હોય તેવી આ પ્રથમ ઘટના (Organ donation in Gujarat ) છે. ગુજરાત સરકારે જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપવા અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો છે. રાજ્યની SOTTO(State Organ Tissue And Transplant Organisation) દ્વારા વિવિધ શહેરોમાં અંગદાનના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટની (Organ Donation Retrieval and Transplant) શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

બ્રેઇન ડેડ દર્દીના પરિવારની સમજાવટથી અંગદાનમાં વધારો

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે લીધી નોંધ-આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) પણ રાજ્યમાં એક જ દિવસમાં થયેલ ત્રણ અંગદાન બદલ (Organ donation of 3 brain dead in one day in Gujarat) તબીબોને બિરદાવ્યાં હતાં. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આદરેલા અંગદાનના (Organ donation in Gujarat ) સેવાયજ્ઞના પરિણામે આજે રાજ્યના જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓનું જીવન બદલાઇ રહ્યું છે. વર્ષોથી અંગોની ખોડખાંપણને કારણે પીડા અનુભવતા દર્દીઓમાં અંગદાનથી મળતા અંગોનું પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી રહી છે.

જસુજી ઠાકોરના અંગદાનમાં હ્યદય, બંને  કિડની અને લીવરનું દાન મળ્યું

આ પણ વાંચોઃ Organ donation in Ahmedabad: અમદાવાદમાં 61માં અંગદાનની સફળતા દર્શાવે છે કે સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધી

25 મે 2022 ના દિવસે રાજ્યમાં થયાં ત્રણ અંગદાનની - આ ત્રણેય અંગદાનની વિગતો (Organ donation in Gujarat ) જોઇએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માર્ગ અકસ્માતના કારણે સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયેલ ગાંધીનગરના 50 વર્ષીય જસુજી ઠાકોરના અંગદાનમાં હ્યદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. હ્યદયને ગ્રીનકોરિડોરની મદદથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Donation of brain dead organs in Vapi : વાપીમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન થકી 5 લોકોને મળશે જીવનદાન, અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર

બંને કિડની અને લીવરનું દાન -જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામના 66 વર્ષના મગનભાઇ ગજેરાને બ્રેઇનસ્ટ્રોકના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં.સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા હોસ્પિટલના તબીબોએ પરિવારજનોએ અંગદાન અંગે સમજાવતા તેઓએ મગનભાઇના અંગોનું દાન કરવા માટે તૈયારી દર્શાવી હતી. બ્રેઇનડેડ મગનભાઇના બંને કિડની અને લીવરનું દાન મળ્યું. જેને કેશોદથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ (Organ donation in Gujarat ) માટે લાવવામાં આવ્યું.

કેશોદથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે લવાયું અંગદાન

વડોદરાની વૃંદાના પરિવારે કર્યું અંગદાન- આવી જ રીતે વડોદરાની 17 વર્ષની દીકરી વૃંદાને હાઇપોક્સિયા (Hypoxia) થતા તેને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. સધન સારવાર બાદ પણ તેને સાજી કરવામાં નિષ્ફળતા મળી અને તેણીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી. બ્રેઇનડેડ થતા વૃંદાના પિતા કમલેશભાઇ પટેલે દીકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. હોસ્પિટલ તંત્ર દ્વારા બ્રેઇનડેડ વૃંદાના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા (Organ Donation Retrieval and Transplant) હાથ ધરતા હ્યદય, ફેફસા, બંને કિડની, લીવર, સ્વાદુપિંડ અને બંને કોર્નિયાનું દાન મળ્યું. જેમાંથી હ્યદયને ગ્રીન કોરિડોર મારફતે મુંબઇની હોસ્પિટલમાં, જ્યારે ફેફસાંને ચેન્નઇની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે (Organ donation in Gujarat ) મોકલવામાં આવ્યાં હતાં.

વેઇટિંગ લિસ્ટ ઘટશે - ગુજરાતમાં થઇ રહેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે આજે રાજ્યમાં સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ અંગદાનની પ્રવૃતિ વેગંવતી (Organ donation in Gujarat ) બની છે. અંગદાનની પ્રવૃત્તિ આ રીતે જ ચાલતી રહી તો તે દિવસ દૂર નથી જ્યારે કોઇ જીવિત વ્યક્તિએ અન્ય જીવિત વ્યક્તિને પોતાના અંગોનું દાન કરવું પડશે નહીં. રાજ્યમાં અંગોનું વેઇટિંગ લિસ્ટ (Organ Donation Waiting List) પણ સંપૂર્ણપણે ઘટશે.

Last Updated : May 26, 2022, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.