અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં બની રહેલું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Sports Complex in Gujarat University) પર કોરોનાનું ગ્રહણ યથાવત છે. રાજ્ય સરકાર શાળા કક્ષાએ રમત ઉત્સવો ઉજવીને સ્કૂલના બાળકોને જુદી જુદી રમતો સ્તરે તક પૂરી પાડી રહ્યું છે. તેવામાં રાજ્યની સૌથી મોટી અને જૂની યુનિવર્સિટીને મળેલી મસમોટી (Sports Complex in Ahmedabad) ગ્રાન્ટ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ 4 વર્ષથી લટકતુ - કોરોના કાળ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા અનેક ભવનો બનીને તૈયાર થયા છે. પરંતુ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કામ હજુ પણ અધૂરું છે. છેલ્લા 4 વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Operation of Sports Complex in Ahmedabad) બનાવવાની કામગીરી હજુ પણ યથાવત છે. સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી બાદ પણ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરી શકાયું નથી. જો કે ઈચ્છા શક્તિના અભાવે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કામ પૂરું નથી થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવાનોને જુદી જુદી ક્ષેત્રે કારકિર્દીના ઘડતર માટે તક મળે એ આશયથી સરકારે ફાળવેલી ગ્રાન્ટ પર ધૂળ ફરી વળી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ટૂંક સમયમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મુકાશે ખુલ્લું
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગંદકીનું સામ્રાજ્ય - હાલમાં ગુજરાત યુનિ.માં 20 જેટલી જુદી જુદી રમતો રમી શકાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા સાથે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં (Sports Complex for Students) આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમિંગ પુલ તૈયાર થઈ રહ્યું છે. જુદી જુદી ઈન્ડોર રમતો માટે કોર્ટ બનાવવામાં આવ્યા છે. પરંતુ હાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં માત્ર ગંદકીનું જ સામ્રાજ્ય છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં શ્વાનનું ફરવું, કબૂતરના અનેક માળા, જાળાઓ જોવા મળે છે.
યુવાનો માટે વિશ્વ કક્ષાની રમતો - ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, વિશ્વ કક્ષાની રમતો રમી શકે યુવાનો એ પ્રકારે આખું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવી રહ્યા છીએ. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાલી બની જાય માત્ર એવો અમારો ઉદ્દેશ નથી, જે તે રમત માટે તજજ્ઞો અમારી પાસે હશે, યુવાનોને સારી રીતે તૈયાર કરી શકાય એ માટે જરૂરી સપોર્ટિંગ સ્ટાફની નિમણુંક કરીશું. હાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કામ ચાલી રહ્યું છે. અમે જગ્યાનું પઝેશન મેળવ્યું નથી. સંપૂર્ણ કોમ્પલેક્ષ તૈયાર થાય ત્યારબાદ અમે પજેશન મેળવીશું. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અંગે અમે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે મળીને યુવાનો માટે કામ કરીશું.
આ પણ વાંચો : Naranpura Sports Complexની ટેન્ડર પ્રક્રિયા મામલે HCએ કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યો ઝટકો
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને ખાનગીના એંધાણ - આ ઉપરાંત અલગ અલગ વ્યવસ્થા ઉભી કરવા બોક્સમાં લગાવવામાં આવેલા કાચના તૂટીને ભુક્કા થઈ ચૂક્યા છે. હજુ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનીને તૈયાર નથી કરાઈ શક્યું એ પહેલા લાખો રૂપિયાના મસમોટા કાચ કેવી રીતે તૂટી ગયા એ સવાલ થઈ રહ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યુવાનો રનિંગ કરી શકે એ માટે બનાવવામાં આવેલો રનિંગ ટ્રેક પણ તૈયાર થવા છતાં વિદ્યાર્થીઓ તેના લાભથી વંચિત છે. ભવિષ્યમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Ahmedabad Sports Complex) તૈયાર કરીને ખાનગી એજન્સીને સોંપવાની પણ હિલચાલ થઈ રહી છે.