ETV Bharat / city

તહેવારોને લઈને 600 એક્સ્ટ્રા એસટી બસોનુ કરાયું સંચાલન

તાજેતરમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. હાલમાં શ્રાવણ મહિનો પણ શરૂ થઇ ગયો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ મેળાઓ યોજાતા હોય છે. આવા સમયે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને એકસ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.

તહેવારોને લઈને 600 એક્સ્ટ્રા એસટી બસોનુ સંચાલન

author img

By

Published : Aug 9, 2021, 8:09 PM IST

  • શ્રાવણ માસમાં તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી બસોનુ સંચાલન વધ્યું
  • 600 એક્સ્ટ્રા બસો દોડશે
  • રાજ્યમાં કુલ 6300 બસો દોડી રહી છે

અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે. શ્રાવણ માસમાં તહેવારો અને મેળાઓ પણ યોજાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ મેળાઓ યોજાતા હોય છે. આવા સમયે લોકો બહાર જવાનું વધુ પસંદ કરતા હોય છે. આથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઈને એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તહેવારોને લઈને 600 એક્સ્ટ્રા એસટી બસોનુ સંચાલન

આ પણ વાંચો- મહુવા બસ સ્ટેશનના અભાવે 15,000 પ્રવાસીઓને હાલાકી

ધાર્મિક સ્થાનો પર સંચાલન વધશે

આ રજાઓ દરમિયાન સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર, માતાના મઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેથી એસટી નિગમ દ્વારા સ્પેરમાં રખાતી 10 ટકા બસમાંથી 600 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન આગામી તહેવારો દરમિયાન કરવામાં આવશે.

જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે

આગામી સમયમાં જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે, આથી પ્રવાસીઓનો વધારે ધસારો હોય છે. આમ ટ્રાફિક એન્ડ માંગ પ્રમાણે નિગમ દ્વારા વધારાનું સંચાલન હાથ ધરાશે.

આ પણ વાંચો- ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આંતરરાજ્ય સિવાયની તમામ એક્સપ્રેસ બસો શરૂ

કોરોના નિયમોનું પાલન જરૂરી

અત્યારે 6300 જેટલી બસોનું સંચાલન ચાલુ છે. જે 75 ટકા સીટીંગ કેપેસિટી સાથે ચાલે છે. હવે ભીડ વધતા સંચાલન પણ વધશે. જો કે, નિગમે પ્રવાસીઓને કોરોનાની મહામારી વચ્ચે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પણ વિનંતી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.