અમદાવાદઃ કોરોના સંકટ સમયમાં ગુજરાતની જનતા લૉકડાઉનમાંથી બહાર નીકળવા અધીરી બની છે. કયારે લૉકડાઉન ખૂલે અને કામધંધા પર પાછા વળીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે, લૉકડાઉન 4 નવા રંગરૂપ અને નવા નિયમો સાથે આવશે. ત્યારે ગુજરાતના લેખક અને મોટીવેશનલ ટ્રેનર સુરેશ પ્રજાપતિએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કેટલાક સૂચનો કર્યા છે.
લૉકડાઉન-4 ખોલવા માટેના નવા નિયમો માટે સૂચનો કરતો CM રૂપાણીને ખુ્લ્લો પત્ર નરેન્દ્ર મોદીના કર્મયોગી અભિયાનમાં ટ્રેનર તરીકે સચિવાલયમાં ભૂમિકા નિભાવનાર મોટિવેશનલ ટ્રેનર અને લેખક સુરેશ પ્રજાપતિએ સીએમ વિજય રૂપાણીને પત્રમાં લખ્યું છે કે, લૉકડાઉન-4માં જે ફેરફાર કરવા જઈ રહેલી રાજ્ય સરકારે સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. ત્યાર બાદ લૉકડાઉન-4ના નવા નિયમો તૈયાર કરવા જોઈએ. અગાઉની સરકારો કોઈપણ નિર્ણય લેતા પહેલા સંસ્થાઓ પાસેથી અભિપ્રાય મેળવતી હતી, અને ત્યાર પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચતી હતી. બજેટ અગાઉ પર નાણાપ્રધાન વિવિધ નાણાસંસ્થાઓ પાસેથી અભિપ્રાય મેળવે છે. તેવી જ રીતે રાજ્ય સરકારે નિર્ણય લેવો જોઈએ.સુરેશ પ્રજાપતિએ પત્રમાં લખ્યું છે કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી કરવાનો સમય સવારે 8થી સાંજના 8ના થઈ જાય તો ખરીદી માટે ભીડ નહીં થાય અન સોશિઅલ ડિસ્ટન્સ જળવાઈ રહેશે. બીજુ એગ્રીકલ્ચર પ્રોડક્ટસના સંદર્ભમાં પણ રિંગ રોડ પર ડાયરેક્ટ ખેડૂત જ તેમની પ્રોડક્ટ વેચવા આવે તો વચેટિયા નિકળી જશે, ખેડૂતને સીધા પૈસા તેમના ખિસ્સામાં આવશે. રિંગ રોડ પર સેનિટાઈઝ ટનલ બનવાવી જોઈએ. ગ્રાહક જ્યારે આવે ત્યારે તે ટનલમાંથી પસાર થઈને આવે. જેનાથી કોરોના સંક્રમણ પણ નહી થાય અને ખેડૂતનો માલ બધો વેચાઈ જશે. નાના ઉદ્યોગ ધંધાના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરીને તેમને છૂટછાટ આપવી જોઈએ.