અમદાવાદઃ કોરોનાવાયરસની મહામારી વચ્ચે દેશમાં રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ભાઇબહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન અને તેમાં બહેન પવિત્ર ધાગો એટલે કે રાખડી ભાઈને બાંધી હોય છે. પરંતુ રાખડી બનાવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે રાખડીના વેપારમાં 50 ટકા જ ખરીદી જોવા મળી રહી છે. વેપારીઓનું જણાવવું છે કે દર વર્ષે મોટી સંખ્યામાં ચીનથી આયાત થતો માલ આ વર્ષે તમામ વેપારીઓએ નકારી દીધો છે જેના કારણે વેપારીઓને એક મોટો ફટકો તો પડ્યો જ છે તો બીજીતરફ આત્મનિર્ભર થઈ બનાવવામાં આવેલી રાખડીઓના વેચાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
રાખડીના વેપારમાં 50 ટકાનું જ વેચાણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી - રક્ષાબંધન
દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. સમગ્ર દેશ આજે કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. તેવામાં ભાઇબહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. પરંતુ રાખડી બનાવતાં વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે કારણ કે હાલ રાખડીનું વેચાણ 50% જ છે.