ETV Bharat / city

રથયાત્રા પૂર્વે દેશી બનાવટની પિસ્તોલ, તમંચા અને 6 જીવતા કારતૂસ સાથે એક ઝડપાયો - Ahmedabad crime update

આગામી રથયાત્રા પૂર્વે SOG એ એક શખ્સને ગેરકાયદેસર હથિયારો અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. નરેશકુમાર મેવાડ નામના શખ્સને સીંગરવા શાક માર્કેટ પાસેથી SOGની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, તમંચો તથા 6 કારતૂસો મળી આવ્યા હતા. પોલીસે કુલ 50 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રથયાત્રા પૂર્વે દેશી બનાવટની પિસ્તોલ, તમંચા અને 6 જીવતા કારતૂસ સાથે એક ઝડપાયો

author img

By

Published : Jun 22, 2021, 10:44 PM IST

  • SOGએ એક આરોપીની ધરપકડ કરી
  • દેશી બનાવટની પિસ્તોલ અને 6 કારતૂસ જપ્ત
  • 50 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

અમદાવાદ : હાલમાં રથયાત્રા યોજાશે કે કેમ ? તેને લઈને ઘણી અસમંજસ જોવા મળી રહી છે. જેમાં પોલીસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ SOGએ એક આરોપીની પિસ્તોલ, તમંચા અને 6 જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે.

રથયાત્રા પૂર્વે દેશી બનાવટની પિસ્તોલ, તમંચા અને 6 જીવતા કારતૂસ સાથે એક ઝડપાયો

પોલીસે તપાસ હાથ ધરી

સીંગરવા માર્કેટ પાસેથી SOGએ પકડેલા શખ્સનું નામ નરેશ મેવાડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસે પિસ્તોલ અને જીવતા કારતૂસ ક્યાંથી આવ્યા અને તે શા માટે તેને લઈને ફરી રહ્યો હતો, તે દિશામાં તપાસ આરંભી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.