- ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ
- સોમવારે અમદાવાદમાં 38,311 લોકોનું કરાયું વેક્સિનેશન
- હવેથી 'ઓન સ્પોટ રજીસ્ટ્રેશન' કરાવી લઇ શકાશે વેક્સિન
અમદાવાદ: સોમવારે ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં પંડિત દિનદયાળ હોલ ખાતેથી વેક્સિનેશન કેમ્પેઈનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા તમામ સ્ટેશન મળીને કુલ 38,311 જેટલા લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી. સોમવારથી જ તમામ વયજૂથના નાગરિકો અને પ્રથમ કે બીજો ડોઝ બાકી હોય તેઓ સ્થળ ઉપર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને નજીકના તમામ વેક્સિનેશન સેન્ટર ઉપર વેક્સિન લઇ શકશે.
આ પણ વાંચો: રસીકરણ અભિયાન માટે હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું : અમિત શાહ
24 સ્થળોએ આ પ્રકારના વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન
ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં પંડિત દિનદયાળ હોલ ખાતે વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સાંસદ અને ધારાસભ્ય હાજર રહ્યા હતા. આ વેક્સિનેશન મહાઅભિયાનના શુભારંભના ભાગરૂપે શહેરના અન્ય 24 સ્થળોએ આ જ પ્રકારના વેક્સિનેશન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
અત્યાર સુધીના વેક્સિનેશનના આંકડાઓ
સોમવારના રોજ 194 ફ્રન્ટલાઈન વર્કર્સ, 254 આરોગ્ય કર્મચારીઓ, 27,140 18 થી 44 વર્ષના લોકોને, 7,352 વ્યક્તિઓ કે જેમની ઉંમર 45 વર્ષથી વધુ છે. જ્યારે 2,387 સિનિયર સિટીઝનને અને ખાનગી હોસ્પિટલ દ્વારા 984 લોકોને મળી કુલ 38,311 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. કુલ વેક્સિનેશનમાં પુરુષોને 22,900 જ્યારે 15,411 મહિલાઓને વેક્સિન આપવામાં આવી હતી.