- પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંડિત દિન દયાલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી
- મેયર સહિત કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા
અમદાવાદ: જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોખરા કાંકરિયા ખાતે પંડિત દિન દયાલ પ્રતિમાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં મનપાના સ્થાનિક કોર્પોરેટર ભાજપના કાર્યકર્તા સહિતના લોકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતી નિમિત્તે CM યોગી આદિત્યનાથ આજે ગોરખપુરથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે
ભારતીય જનસંઘના સ્થાપક
ભારતીય રાજકારણના દિગ્ગજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જાણીતા પ્રચારક દાર્શનિક અને રાજકીય પક્ષ ભારતીય જનસંઘના સહસ્થાપક પંડિત દિન દયાલ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ મથુરામાં થયો હતો. જ્યારે તેઓ સ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા હતા તે સમયે તેઓ RSSના સંપર્કમાં આવ્યા હતા અને તેના પ્રચારક બન્યા હતા. જોકે તેની પહેલાં તેમણે વર્ષ 1939 અને 1942 માં ની તાલીમ લીધી હતી. વર્ષ 1951માં ભારતીય જનસંઘના પાયા નખાયા અને આ પક્ષની સ્થાપનાનું સમગ્ર કાર્ય તેમણે શ્યામા પ્રસાદ મુખર્જી સાથે મળીને કર્યું હતું. વર્ષ 1967માં તેઓ ભારતીય જનસંઘના પ્રમુખ બન્યા હતા.
આ પણ વાંચો : રોહિણી કોર્ટ ગોળીબારની ઘટના પર પોલીસ ટિલ્લુની પૂછપરછ કરશે
અનેક લોકો ઉપસ્થિત
કાંકરિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા પંડિત દિન દયાલ ની પ્રતિમાને સૂતરની આંટી પણ અર્પણ કરવામાં આવી હતી.. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ કોર્પોરેટરો હાજર રહ્યા હતા..