ETV Bharat / city

દિવાળીના દિવસે આવકની અસ્થિરતા વાળા લોકોએ દેવી લક્ષ્મીને દીપદાન અર્પણ કરવું

દિવાળીના દિવસોમાં ભગવાન નારાયણ, દેવી ભગવતી, દેવી લક્ષ્મી અને યમરાજને દીપદાન કરાય છે. ચૌદશના દિવસે આરાધ્ય દેવ તેમજ પિતૃને દીપદાન અર્પણ (deepdan in diwali ) કરવાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તો દિવાળીના દિવસે આવકની અસ્થિરતા વાળા લોકોએ દેવી લક્ષ્મીને દીપદાન અર્પણ કરવું જોઇએ.

દિવાળીના દિવસે આવકની અસ્થિરતા વાળા લોકોએ દેવી લક્ષ્મીને દીપદાન અર્પણ કરવું
દિવાળીના દિવસે આવકની અસ્થિરતા વાળા લોકોએ દેવી લક્ષ્મીને દીપદાન અર્પણ કરવું
author img

By

Published : Nov 4, 2021, 4:03 AM IST

  • દિવાળીએ દીપદાનનું વિશેષ મહત્વ
  • શાસ્ત્ર અને ગ્રંથોમાં દીપદાનનું મહત્વ
  • દિપદાનના અનેક ફળ

અમદાવાદ: સામાન્ય રાતે આપણે દિવાળીમાં ઘરની બહાર દિપ પ્રગટાવીએ છીએ. જે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. તેવી જ રીતે દિવાળીમાં દીપદાન (deepdan in diwali ) કરીને અનેક શુભ ફળ મેળવી શકાય છે. દીપદાનનું મહત્વ શાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે, તે ત્વરિત ફળ આપનારું છે.

જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયા

કેવી રીતે કરવું દીપદાન?

જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયા જણાવે છે કે, તહેવારોમાં, ગ્રહણમાં અને વિશિષ્ટ સંજોગોમાં દીપદાન વિશિષ્ટ ફળ આપનારું છે. દિપાવલીમાં દીપદાન ઉત્તમ ફળ આપનાર છે. દીપદાન કરવા માટે એક કોડિયામાં તેલ ભરીને તેમાં આડી વાટનો દીવો મૂકવામાં આવે છે. તે કોડિયાને એક ઘઉં ભરેલી ડીશમાં મુકવામાં આવે છે અને બાજુમાં સાકર મુકાય છે. દિવાળીના દિવસોમાં આ કોડીયાને રાત્રિના સમયે ટેનામેન્ટમાં, ખુલ્લી જગ્યામાં કે ફ્લેટની અગાસીમાં મૂકીને દીપદાન કરવામાં આવે છે.

આ પણ વાંચો: હર હર મહાદેવ: દિવાળીમાં સન્મુખ અને ઓનલાઇન દર્શન કરી શકશે સોમનાથ મહાદેવના ભક્તો

દેવ, દેવી અને પિતૃને કરાય છે દીપદાન

દિવાળીના દિવસોમાં ભગવાન નારાયણ, દેવી ભગવતી, દેવી લક્ષ્મી અને યમરાજને દીપદાન કરાય છે. ચૌદશના દિવસે આરાધ્ય દેવ તેમજ પિતૃને દીપદાન અર્પણ કરવાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તો દિવાળીના દિવસે આવકની અસ્થિરતા વાળા લોકોએ દેવી લક્ષ્મીને દીપદાન અર્પણ કરવું જોઇએ.

આ પણ વાંચો: દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલની અસર: બિહારથી સુરત આવી વેપારી વેચી રહ્યો છે દીવડા

દીપદાન બાદ શુ કરવું ?
દીપદાન બાદ સવારે જે થાળીમાં દિપક મુક્યો હોય, તેને ધોઈ નાખી અને તેમાં મૂકેલા ઘઉં અને સાકર પક્ષીઓને ચણમા આપવા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.