- અક્ષય તૃતીયાના દિવસે અદભુત સંયોગનું સર્જન
- સૂર્ય રાશિ પરિવર્તન કરીને મેષથી વૃષભ રાશિમાં કરશે પ્રવેશ
- સાંજે ચંદ્ર મિથુન રાશિમાં કરશે પ્રવેશ
અમદાવાદ: અક્ષય તૃતીયા પર જે શુભ યોગ સર્જાઈ રહ્યો છે. તેમાં ઘર, કાર કે અન્ય સંપતિની ખરીદી કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસે ધનનું રોકાણ કરવું નવા વ્યવસાયની શરૂવાત કરવી અને દાન કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ કારણે આ વર્ષે અક્ષય તૃતીયાનું મહત્વ વધારે ગણવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી પર કોરોના વાઇરસનું ગ્રહણ
લોકો સોના-ચાંદીની વસ્તુઓની ખરીદી કરે છે
અક્ષય તૃતીયા પર તમારી રાશિ પ્રમાણે ઉપાય કરશો તો યોગ્ય ફળ પ્રાપ્ત કરી શકશો તેવી વાત ગુજરાતના જાણીતા જ્યોતિષ શાસ્ત્રી મુકુંદ પંડ્યાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અખાત્રીજ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા પાપના નાશ થાય છે અને આ જ દિવસે ભગવાન પરશુરામનો પણ જન્મ થયો હતો. આ કારણે આ દિવસને ભગવાન પરશુરામની જન્મજયંતીના રૂપમાં પણ મનાવવામાં આવે છે. અખાત્રીજના દિવસે લોકો સોના-ચાંદીની વસ્તુઓની ખરીદી કરે છે અને એવી માન્યતા છે કે, આ પ્રકારની વસ્તુઓની ખરીદી કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે.
આ પણ વાંચો: આજે અક્ષય તૃતિયા- જાણો આ દિવસનું મહત્વ
પરશુરામની પૂજા કરવાથી થાય છે લાભ
હિન્દુ ધર્મ મુજબ અખાત્રીજને ખૂબ જ મહત્વપૂર્ણ તિથિ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે, આ અક્ષય તૃતીયા પર અબુજ મુહૂર્તનો યોગ બને છે. એવું માનવામાં આવે છે કે, અખાત્રીજના દિવસે કોઈ પણ શુભ કાર્યોની શરૂઆત કરી શકાય છે. માન્યતા મુજબ અખાત્રીજ પર દાન-પુણ્ય જેવા શુભ કાર્યો કરવાના કારણે શુભ ફળ મળે છે. સોના-ચાંદીની ખરીદીથી બરકત મળે છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આ દિવસે ભગવાન પરશુરામની પૂજા કરવાથી પણ ખૂબ લાભ થાય છે.