અમદાવાદ: અમદાવાદ છેલ્લા ઘણા સમયથી નશીલા (Drug abuse) પ્રદાર્થનું ઘર બની ગયું હોય તેમ અવારનવાર નશીલા ડ્રગ મળી આવે છે. અમદાવાદ ક્રાઈમ (Ahmedabad Crime Branch) બ્રાન્ચે રૂપિયા 28 લાખ 90 હજારનો મેફેડ્રોનનો જથ્થા સાથે ચાર આરોપીની (IPC Section 274 Adulteration of drugs) ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળેલી એક બાતમીના આધારે 4 શખ્સો ઝડપાયા છે. જેઓ મુંબઈથી એક કાર મારફતે ડ્રગ (Drug Smuggling) લાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કારની તપાસ કરતા અંદરથી ડ્રગ મળી આવ્યું હતું. આરોપીઓ પૈકી એક વ્યક્તિ ડ્રગ પેડલર છે. જે ગુજરાતમાં ડ્રગ લઈને આવતો હતો. આ ચારેય આરોપીઓમાંથી એક વ્યક્તિ પોલીસનો બાતમીદાર પણ રહી ચૂક્યો છે.
આ પણ વાંચો: નજીવી બાબતે શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો સારવાર દરમિયાન થયું મોત
38 લાખનો મુદ્દામાલ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે મુંબઈથી પાસ પરમીટ વિના 4 શખ્સો એક ગાડીમાં સુરત વડોદરા એક્સપ્રેસ હાઇવે થઈ એસ.પી.રીગ હાથજણ રોડ તરફ આવી રહ્યા છે. જેને આધારે પોલીસે વટવા-રોપડા ચાર રસ્તા પર જાહેર રોડ ઉપર વોચ ગોઠવી હતી. જેના આધારે ગાડીમાં બેઠેલા 4 આરોપીને 289 ગ્રામમેફેડ્રોનનો જથ્થા સાથે રંગેહાથ ઝડપી પડ્યા હતા. કુલ 38 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ઈદ્રિશ ઉર્ફે ઇદુ અબ્દુલહમીદ શેખ પાસેથી 203.90 ગ્રામ મેફેડ્રોન કિંમત 20 લાખ 39 હજાર સાથે મોબાઈલ ફોન, રોકડ નાણાં તથા અન્ય વસ્તુ ઝડપી હતી.
8 મહિનાથી ધંધો ચાલતો: આ ઉપરાંત મોહમદ ઈરફાન ઉર્ફે રાજબાબુ પાસેથી 85.100 ગ્રામ મેફેડ્રોન જેની કિંમત 8 લાખ 51 હજાર અને મોબાઈલ ફોન,રોકડ નાણાં ઝડપાયા હતા. જ્યારે અન્ય આરોપી ઘનુષ ઉર્ફે બીટ્ટુ અને મનુભાઈ રબારી પાસેથી બે મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ ઝડપી આમ કુલ મળીને ચારેય આરોપી પાસેથી કુલ 38 લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. છેલ્લા 8 માસથી ગેરકાયદેસર વેચાણ કરે છે. આ ચારેય શખ્સો છેલ્લા 8 માસથી મુંબઈથી ગેરકાયદેસર મેફેડ્રોનનો જથ્થો લાવીને વેચાણ કરતા હતા. જેમાં ઈંદ્રિશ તેમજ મોહમદ ઈરફાન બન્ને મુંબઈથી મેફેડ્રોનનો જથ્થો લઈને સુરત સુધી ટ્રાવેલ્સમાં આવેલા હતા.
આ પણ વાંચો: રક્ષાસુત્ર બાંધવા જતા સગીરા સાથે થયો સામૂહિક દુષ્કર્મ
સુરત હાઈવે લેવા ગયા: જ્યારે મનુરબારી અમે ધનુષ બન્ને અમદાવાદ ગાડી લઈને સુરત હાઇવે તેમને લેવા પહોંચ્યા હતા. જ્યારે પરત આવતા અમદાવાદ રિંગરોડ પર પોલીસે તમને રંગે હાથ ઝડપી પડ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને જોઈને આરોપીઓ ડરી ગયા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે એમનો પીછો કરીને દબોચી લીધા છે.