અમદાવાદ: દેશમાં ઓમિક્રોનના આતંક વચ્ચે અમદાવાદમાં ઓમિક્રોન વેરિઅન્ટની હાલ (Omicron Cases In Ahmedabad) પુષ્ટી થઈ છે. અમદાવાદમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા છે. પોઝીટીવ આવનાર 48 વર્ષીય પુરૂષ લંડનથી દુબઇ થઈ અમદાવાદ આવેલ હતા. દર્દીને સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે, જેઓ મૂળ આણંદના વતની છે. હાલ દર્દીની હાલત સંપૂર્ણ સ્વસ્થ બતાવવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટના વધુ 2 કેસની પુષ્ટી થઈ હતી. અમદાવાદમાં પોઝિટિવ મળેલા આ બન્ને વ્યક્તિ પતિ-પત્ની છે, અને તાન્ઝાનિયાથી (couple from tanzania tested omicron positive) અમદાવાદ આવ્યા હતા. આ દંપતિ 11 ડિસેમ્બરે અમદાવાદ પરત ફર્યુ હતું.
દંપતિને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
તેઓ ગત 11 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર કોરોના પોઝિટિવ આવતા SVPમાં સારવાર હેઠળ (SVP Hospital Ahmedabad) દાખલ થયા હતા. જેમના સેમ્પલને જીનોમ સિક્વન્સી માટે પુણે મોકલવામાં આવ્યા હતા. જે પોઝિટિવ આવ્યા હતા. જો કે હાલ આ દંપતિને સારવાર માટે SVP હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બન્ને પોઝિટિવ કેસમાં પતિની ઉંમર 47થી વધુ વર્ષ અને પત્નીની ઉંમર 45થી વધુ વર્ષ છે, આ પતિ-પત્ની તાન્ઝાનિયાથી પરત ફર્યુ હતુ.
આ પણ વાંચો:
Omicron Cases in Gujarat: ગાંધીનગરમાં સેક્ટર 1માં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો
Omicron Cases Gujarat: અમદાવાદ શહેરમાં ઓમિક્રોના 3 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 13 પર પહોંચ્યો