- એસ. ઓ. પી.ની નવી ગાઈડલાઈન સાથે નીચલી અદાલતો શરૂ
- આજથી થશે પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત
- વકીલોમાં ઉત્સાહનો માહોલ
અમદાવાદઃ કોરોનાકાળમાં કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી કરવામાં આવતી ન હતી. ત્યારે હવે કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉં નામદાર હાઇકોર્ટે 1 માર્ચથી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેને લઈ આજે ઘીકાંટા કોર્ટ ખાતે એસ. ઓ. પી.નું પાલન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, અને કોરોના સ્ટાફ હાજર રહ્યો હતો.
- એસ.ઓ.પી.નું કરવું પડશે પાલન
ઉલ્લેખનીય છે કે, નામદાર કોર્ટે એસઓપીમાં નિર્દેશ કર્યો છે કે, કોર્ટના પરિસરમાં આવનારી દરેક વ્યક્તિનું ટેસ્ટિંગ ગનથી સ્ક્રિનિંગ અને સેનેટાઇઝરનો ઉપયોગ અવશ્ય કરવાનો રહેશે. વધુમાં દરેક કોર્ટમાં આ માટે કોવિડ ઓફિસરે હજાર રહેવું પડશે અને તેની મદદ માટે અન્ય સ્ટાફ પણ હાજર રહેશે.
- કોર્ટમાં થઈ રહ્યું છે એસ.ઓ.પી.નું પાલન
આજે શરૂ થયેલી કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જ્યારે કોર્ટના ગેટ ઉપર ટેમ્પરેચર ગનથી લોકોનું સ્ક્રિનિંગ થાય ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
- લાંબા સમયથી કોર્ટ શરૂ કરવા રજૂઆતો કરાઈ હતી
ઘીકાંટા કોર્ટના વકીલ ભાવેશ બરોટનું કહેવું છે કે કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી થાય તે માટે અમે લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યાં હતાં. કોર્ટને રજૂઆત કરવાની સાથે અમે ઘરણા ઉપર બેઠાં હતાં અને હવે આજથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતાં લોકોને ન્યાય મેળવવામાં વધુ સરળતા રહેશે.
આજથી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ - પ્રત્યક્ષ સુનાવણી
આજથી એટલે કે પહેલી માર્ચથી અમદાવાદની તમામ નીચલી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઈ છે. કોરોના મહામારીને કારણે 11 મહિના બાદ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતાં વકીલોમાં ખુશીનો માહોલ જામ્યો હતો. ઘીકાંટા કોર્ટ બહાર તેમણે ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
આજથી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઈ