ETV Bharat / city

Odhav Rape Case: સગી દીકરી પર દુષ્કર્મ ગુજારનારા નરાધમ પિતાને 10 વર્ષની સખત કેદની સજા

અમદાવાદના ઓઢવમાં સગી દીકરી પર બળાત્કાર (Daughter assaulted In Ahmedabad) ગુજારનારા પિતાને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ કોર્ટે પીડિતાને 2 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. દીકરીને 2 માસનો ગર્ભ રહેતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Odhav Rape Case: સગી દીકરી પર દુષ્કર્મ ગુજારનારા નરાધમ પિતાને 10 વર્ષની સખત કેદની સજા
Odhav Rape Case: સગી દીકરી પર દુષ્કર્મ ગુજારનારા નરાધમ પિતાને 10 વર્ષની સખત કેદની સજા
author img

By

Published : Feb 17, 2022, 6:25 PM IST

Updated : Feb 17, 2022, 6:38 PM IST

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તાર (Violence against women In Ahmedabad)માં સગી દીકરી પર બળાત્કાર (Daughter assaulted In Ahmedabad) ગુજારનાર નરાધમ પિતાને સ્પેશિયલ પોક્સો કોર્ટ (special pocso court ahmedabad)ના જજ પ્રેરણા ચૌહાણે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.આ સાથે જ કોર્ટે ભોગ બનનારને 2 લાખ વળતર ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. ભોગ બનનારી દીકરી ઓઢવ વિસ્તાર (Odhav Rape Case)માં પોતાના પરિવાર સાથે રહેતી હતી.

કોર્ટે ભોગ બનનારને 2 લાખ વળતર ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.

પિતાએ અવાર-નવાર દીકરી પર ગુજાર્યો બળાત્કાર

12 એપ્રિલ 2017ના રોજ તેના પિતા કામેથી મોડેથી આવ્યા હતા. ત્યારબાદ રાતના તેના પિતાએ દુષ્કર્મ (Women Safety In Gujarat) આચર્યું હતું અને આ વિશે કોઈને નહીં કહેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ પિતાએ આ તકનો લાભ લઇ અવાર-નવાર દીકરી પર બળાત્કાર (Father Raped Daughter In Ahmedabad) ગુજાર્યો હતો, જેથી તેને પેટમાં દુખાવો શરૂ થઇ જતા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે ચેક કરતાં તેને 2 માસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. ડોક્ટર સગીરા પ્રેગ્નેન્ટ હોવાનું જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ પણ વાંચો: Rape Case in Surat: ચીખલીથી ભાગીને આવેલી 17 વર્ષીય કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો

કોર્ટે આરોપીને સખતમાં સખત 10 વર્ષની સજા ફટકારી

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં પોલીસે પિતા સામે બળાત્કારનો ગુનો (Crime In Ahmedabad) નોંધી તેની ધરપકડ કરી હતી. આ મામલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસના સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, આખો કેસ પુરાવાના આધારે પુરવાર થાય છે. કેસમાં મેડિકલ રિપોર્ટમાં સગીરાના પેટમાં રહેલો ગર્ભ તેના ખુદના પિતાના રિપોર્ટ સાથે મેચ થતા કોર્ટે આરોપીને સખતમાં સખત 10 વર્ષની સજા ફટકારી છે અને પીડિતાને 2 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: Khambhalia Rape Case: શૈતાની ભૂવાએ 13 વર્ષની માસૂમ બાળકીને પીંખી હતી, કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

ઘરની દિવાલોમાં પણ બાળકો સુરક્ષિત નથી

17 સાક્ષી અને 21 દસ્તાવેજી પુરાવાને માન્ય રાખીને કોર્ટે આરોપીને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. કોર્ટે પોતાના અવલોકનમાં ટાંકીને જણાવ્યું છે કે, ઘરની દિવાલોમાં પણ બાળકો સુરક્ષિત નથી. નાના બાળકોની અસમર્થતાના લીધે જાતીય હુમલા (Sexual assault On Women In Gujarat)ના કિસ્સા વધી રહ્યા છે. ઘરની ચાર દીવાલોની વચ્ચે પણ બાળક અસુરક્ષિત છે, જેથી આરોપીને સખતમાં સખત 10 વર્ષની સજા કરવામાં આવી છે. લોકોમાં કાયદાનો ડર રહે તે જરૂરી છે.

Last Updated : Feb 17, 2022, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.