- આંતરરાષ્ટ્રીય શિક્ષણ પર કોરોનાની મોટી અસર
- કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના જતા વિદ્યાર્થીઓમાં નોંધાયો ઘટાડો
- ક્વોરન્ટાઇન સહિતના નિયમો આકરા થતા વિદ્યાર્થીઓને ભોગવવી પડે છે હાલાકી
અમદાવાદઃ વિશ્વમાં કોરોનાની મહામારી આકરૂ રૂપ ધારણ કરી રહી છે. હાલ વિશ્વનો કોઇ એવો દેશ હશે નહીં જેમાં કોરોનાનું સંક્રમણ ન હોઇ. કોરોનાની મહામારીમાં હાલ મોટા ભાગના ઉદ્યોગોથી લઇને શૈક્ષણિક સંસ્થાઓ પર મોટી અસર થઇ રહી છે. ત્યારે આપણા દેશ સહિત વિદેશની શૈક્ષણિક સંસ્થાઓ કોરોનાની મહામારીને કારણે બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે.
આ પણ વાંચો:વિદેશ જવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, યુનિવર્સિટીના નહીં ખાવા પડે ધક્કા
વિદ્યાર્થીઓ કેમ થયા ઓછા ?
અમદાવાદમાં આવેલા સ્ટુડન્ટ વિઝા સર્વિસ આપતા રસિક કાપડીયા સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેમણે આપેલી માહિતી અનુસાર, કોરોનાની મહામારી પહેલા જેટલા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે જતા હતા. તેના કરતા હાલ કોરોનાની મહામારી વચ્ચે ઓછા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જઇ રહ્યા છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીએ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાના રિપોર્ટ કરવા જરૂરી છે. તો જે તે દેશમાં જતી વખતે તેના નિયમોના આધારે પ્રોસેસ કરવી પડે છે.
ખર્ચમાં શા માટે થયો વધારો ?
કેનેડામાં અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓને પહેલા કરતા ખર્ચમાં પણ વધારો થયો છે. સાથે કેનેડામાં જતા વિદ્યાર્થીઓને 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડે છે. કેનેડાની સરકારના નિયમ મુજબ, ક્વોરન્ટાઇનનો ખર્ચ પણ વિદ્યાર્થીઓને ભોગવવો પડે છે. તો કેનેડાના કેટલાક શહેરોમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને વિદ્યાર્થીઓ ઓનલાઇન જ અભ્યાસ કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો:વિદેશ અભ્યાસ લોનના લાભથી અનિષાએ કર્યો અભ્યાસ, એમેઝોન કંપનીમાં થઇ પસંદગી
પાર્ટ ટાઇમ વર્કમાં કયાં કારણે પડી રહી છે મુશ્કેલી ?
કોરોનાના સંક્રમણને લઇને ભારતમાંથી વિદેશમાં જતા વિદ્યાર્થીઓને પાર્ટ ટાઇમ નોકરી મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે જોવા જઇએ તો ભારતમાંથી જતા વિદ્યાર્થીઓ પહેલા વર્ષનો ખર્ચ જ અહીંયાથી લઇ જતા હોઇ છે. બીજા વર્ષની ફી અને રહેવાનો ખર્ચ પાર્ટ ટાઇમ નોકરીમાંથી ઉભો કરતા હોય છે. ત્યારે નોકરી નહીં મળતા આર્થિક રીતે મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.