ETV Bharat / city

કોંગ્રેસ શાસનકાળ દરમિયાન થયેલા કામોથી લોકોને માહિતગાર કરશે NSUI - અમદાવાદના તાજા સમાચાર

NSUI દ્વારા અમદાવાદમાં કોંગ્રેસ નિર્માણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના શાસનમાં થયેલા કામોને લઈને પ્રજાને તેનાથી માહિતગાર કરવામાં આવશે. આ સાથે જ અમદાવાદ નિર્માણ પાછળ કોંગ્રેસનો સિંહ ફાળો રહેલો છે, તે દર્શાવવામાં આવશે.

ETV BHARAT
NSUI કોંગ્રેસ શાસનકાળ દરમિયાન થયેલા કામોથી લોકોને માહિતગાર કરશે
author img

By

Published : Jan 25, 2021, 7:33 PM IST

Updated : Jan 25, 2021, 9:04 PM IST

  • અમદાવાદ NSUIનું કોંગ્રેસ નિર્માણ અભિયાન
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં જ NSUI સક્રિય
  • શહેરમાં કોંગ્રેસે કરેલા કામોની પત્રિકા વહેંચવામાં આવશે
    ETV BHARAT
    કોંગ્રેસ શાસનકાળ દરમિયાન થયેલા કામોથી લોકોને માહિતગાર કરશે NSUI

અમદાવાદઃ શહેરના પ્રથમ મેયર અને દરિયાપુર વોર્ડના કોર્પોરેટર સરદાર વલ્લભભાઈ પટેલના શાસનકાળ દરમિયાન કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેરોમાં કરવામાં આવેલી કામગીરીઓની NSUI દ્વારા એક યાદી બનાવવામાં આવી છે. જેમાં તેમનું માનવું છે કે, કોંગ્રેસ શાસન કાળ દરમિયાન અમદાવાદ શહેર નિર્માણ પાછળ કોંગ્રેસનો સિંહ ફાળો રહેલો છે. જેનાથી નાગરિકોને વાકેફ કરવા ખૂબ જરૂરી હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે હવે NSUI ઘરે-ઘરે અને હોર્ડિંગ્સના મારફતે કોંગ્રેસના શાસન કાળ દરમિયાન થયેલા કામોની યાદીથી લોકોને માહિતગાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેટલા દિવસ સુધી ચાલશે NSUIનું નિર્માણ અભિયાન?

NSUI 8 દિવસ સુધી અમદાવાદ શહેરમાં કોંગ્રેસના શાસન કાળ દરમિયાન થયેલી કામગીરી લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે. જેમાં કોંગ્રેસના શાસન કાળ દરમિયાન બનેલા બ્રિજ, ઇમારતો, હોલ બગીચા, હોસ્પિટલ વગેરેને સામેલ કરવામાં આવ્યાં છે.

NSUIનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાની સાથે NSUI દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહાનગરોમાં પોતાની સરકાર બનાવવાનો છે. આ સાથે જ લોકોને કોંગ્રેસ શાસનમાં થયેલી કામગીરીથી વાકેફ કરાવવાનો છે.

Last Updated : Jan 25, 2021, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.