અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારી વચ્ચે પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. NSUI અને કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે સવારથી ટ્વીટર પર હૅશટૅગ #SaveGujaratStudent શરૂ કરવામાં આવ્યો હતો. જેને વિદ્યાર્થીઓને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. તેમજ ટ્વીટર પર હાલ તે ટોપ પાર ટ્રેન્ડ કરી રહ્યું છે.
આ સાથે જ કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ટ્વીટર પર “ભારતના ભવિષ્યને બચાવો” તેવું ટ્વીટ કરી સરકાર પર પ્રહાર કર્યા હતા.
"સમગ્ર રાજ્યમાં "કોરોના"ની મહામારીથી
પીડિત સરકારી અને ખાનગી શાળા તથા
કોલેજનાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર 'ફી'
માફ કરવા તેમજ.,
ચાલુ શૈક્ષણિક વર્ષમાં માસ પ્રમોશન સાથે
સૌને "ઊપલા વર્ગ" માં આગળ ધપાવવા
સરકારને વિનંતી કરું છું..!" પરેશ ધાનાણીએ જણાવ્યું.
ત્યારે આગામી દિવસોમાં યુનિવર્સિટી પરીક્ષા અને ફી માફી અંગે સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.