અમદાવાદ શાળાઓ બંધ હોવ છતાં ઘણી શાળાઓ દ્વારા ફી વસુલવામાં આવે છે. ત્યારે નાના બાળકોને ભણાવતી શાળા દ્વારા પણ ઓનલાઈન ભણાવવામાં આવે છે તેમ કહીને 15000 રૂપિયા ફી વસુલવામાં આવતા NSUI દ્વારા શાળા આગળ જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ :શાહીબાગમાં આવેલી ધ ટ્રી હાઉસ નામની શાળામાં જુનિયર કે.જી.અને સિનિયર કે.જીના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણના નામે ફી લીધા બાદ શિક્ષણ મળતું નથી. તેવો NSUI એ આક્ષેપ કર્યો છે.કોરોના વાયરસની મહામારીમાં લોકોના નોકરી ધંધા ઠપ થઈ ગયા બાદ વાલીઓ પોતાની ફી પરત લેવા જાય ત્યારે ખરાબ વર્તન કરવામાં આવે છે.15,000 રૂપિયા ફી નર્સરીમાં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવતા NSUI દ્વારા શાળા આગળ જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શાળાના સંચાલક દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. DEO કચેરીથી પણ કોઈ જવાબ મળતો નથી તેવું NSUI દ્વારા જાણવા મળ્યું હતું.હાલ તો પોલીસે NSUI તરફથી આવેદન પત્ર સ્વીકાર્યું હતું. આ અંગે સંચાલકને બોલાવી રજુઆત કરવાની ખાતરી આપવામાં આવી હતી.