ગુજરાત યુનિવર્સીટીમાં પૂર્વ છાત્ર અને એબીવીપીના કાર્યકર્તા કુશ પંડ્યાને રિચેકીંગમાં 26માર્ક્સ નો વધારો મળ્યો હતો. જેના કારણે તે પી.એચ.ડીમાં પ્રવેશ મેળવવાને પાત્ર બની ગયો હતો. બાદમાં તેને phdમાં પ્રવેશ આપી પણ દેવાયો, જેના કારણે વિરોધના વંટોળ ઉભા થયા છે.
સામાન્ય રીતે રિચેકીંગમાં 2-4 માર્ક્સ વધતા હોય છે, ત્યારે કુશ પંડ્યાના 26 માર્ક્સ વધ્યા હતા અને તે પીએચડી માટે ક્વોલિફાયડ થયો હતો. જે અંગે NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. NSUIનું કહેવું છે કે રિચેકીંગમાં ખોટી રીતે પાસ કરવામાં આવ્યો છે. આટલા બધા માર્ક્સ રિચેકીંગમાં વધી જ ન શકે. ઉપરાંત તે ABVP કાર્યકર્તા હોવાથી લાગવગ ચલાવી માર્ક્સ વધારો કરાયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ અંગે કુશે જણાવ્યું હતું કે હું બધા વિદ્યાર્થીઓની જેમ જ પરીક્ષા આપી પાસ થયો છું અને એનએયુઆઈ પાસે વિદ્યાર્થી લક્ષી કોઈ પ્રશ્નો નથી, તેથી વ્યક્તિગત મારા પર આરોપ લગાવાઈ રહ્યાં છે.
.