અમદાવાદઃ મ્યૂનિસિપલ અધિકારીઓના ધ્યાન ઉપર એવી એક બાબત આવી હતી કે, અમુક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હાઉસ કીપિંગ, સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટ સહિતના સ્ટાફ દ્વારા કોવિડના પેશન્ટની સારવાર કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. કેટલાક રજા ઉપર પણ ઉતરી ગયાં હોવાની બાબત ધ્યાનમાં આવી હતી. બાદમાં મ્યુનિ.દ્વારા એમઓયુ કરવામાં આવેલી હોસ્પિટલોના સંચાલકો પાસેથી આવા કર્મચારીઓ અંગેની વિગત મગાવી હતી.
આ કર્મચારીઓએે ચોકકસ કયા કારણોસર કોવિડ પેશન્ટોની સારવારનો ઇનકાર કર્યો હતો તે અંગે નોટીસ ફટકારી હોવાનું મ્યૂનિસિપલ કોર્પોરેશનના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.