ETV Bharat / city

Non Veg Cart In Ahmedabad: હાઇકોર્ટની ઝાટકણી બાદ પણ પિટિશનરને કોર્પોરેશને લારીઓ પરત ન કરી

author img

By

Published : Dec 11, 2021, 8:21 AM IST

કોર્પોરેશન વિસ્તારમાં જાહેર રસ્તા પર ઈંડા અને નોનવેજની લારીઓ (Non Veg Cart In Ahmedabad) તંત્ર દ્વારા હટાવવામાં આવી હતી, અને કેટલીક લારીઓ જપ્ત પણ કરાઈ હતી, જેન લઈને લારી પાથરણા સંઘ દ્વારા રીટ પીટીશન (AMC not returned lorries to petitioner) કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં (Gujarat High Court)કરાયેલી રિટ પિટિશન બાદ કોર્ટે ઘરેથી બહાર નિકળતા લોકોએ શુ ખાવું તેનો નિર્ણય સરકાર કે કોર્પોરેશન ના લઇ શકે તેવું કહી તંત્રની ઝાટકણી કાઢી હતી. લારી પાથરણા સંધવાળા પોતાની લારી સહિતનો માલસામાન પાછો આપવા માટે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા (Ahmedabad Municipal Corporation) હતા, પરંતુ તેમને મળવામાં રસ ના દાખવતા DYMC સોલંકીને મળવાનું કહ્યું હતું, જેમને સંતોષકારક જવાબ ના આપતા ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

Non Veg Cart In Ahmedabad: હાઇકોર્ટની ઝાટકણી બાદ પણ પિટિશનરને કોર્પોરેશને લારીઓ પરત ના કરી

  • જ્યારે કમિશનરને મળવા આવીએ છીએ ત્યારે તેઓ અમને મળતા જ નથી : લારી પાથરણા સંઘ
  • 24 કલાકમાં અરજી આપવા છતા કોર્પોરેશને લારીઓ પરત કરવા પર સ્પષ્ટતા ના કરી
  • લારી પાથરણા સંઘ ઝોનમાં રજૂઆત કરશે, જો નહીં મળે તો ફરી હાઈકોર્ટમાં જશે

અમદાવાદ : રાજકોટ, ભાવનગર સહિતના વિવિધ શહેરોમાં ઈંડા અને નોનવેજની લારીઓ (non veg cart) બંધ કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદમાં પણ કોર્પોરેશન વિસ્તારમાં (Non Veg Cart In Ahmedabad) ઈંડા અને નોનવેજની લારીઓ દબાણ કરવાના બહાને બંધ કરવામાં આવી હતી. 20 જેટલા લારી પાથરણાવાળાએ હાઇકોર્ટમાં (Gujarat High Court) પિટિશન ફાઇલ કરી હતી, ત્યારે કોર્પોરેશન તરફથી આ લારીઓ ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશને એ પહેલા 500થી વધુ લારીઓ જપ્ત કરી છે. વિવિધ ઝોનમાં જપ્ત કરેલી લારીઓ ક્યારે પરત કરવામાં આવશે તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા કોર્પોરેશન તરફથી કરવામાં (AMC not returned lorries to petitioner) નથી આવી. જેથી લારીઓ ચલાવી પેટીતું રડતા લોકો મૂંઝવણમાં મુકાયા છે.

DYMCએ અરજી ના લીધી

લારી પાથરણા સંઘના અધ્યક્ષ રાકેશ મહેરિયાએ રજૂઆત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે મ્યુનિસિપલ કમિશનરને મળવા (Ahmedabad Municipal Corporation) આવ્યા હતા, પરંતુ તેઓ જ્યારે પણ મળવા જઈએ ત્યારે અમને મળતા નથી, જેથી અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સોલંકીને મળ્યા હતા. તેમને લારીઓ પાછી આપવા અને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેઓ અમને ગોળ ગોળ જવાબ આપવા લાગ્યા. હાઈકોર્ટે કહ્યું છે કે, 24 કલાકની અંદર પિટિશનર તરફથી કોઈપણ અરજી કરશે તો તેમને 24 કલાકમાં લારી સહિતનો સામાન પરત કરવામાં આવશે. જેથી અમે અરજી DYMCને આપવા ગયા તો તેમને અરજી ના લીધી. જેથી અમે રજીસ્ટર્ડ શાખામાં અત્યારે અરજી જમા કરાવી છે.

મળેલા જવાબને આધારે ફરીથી રજુઆત માટે હાઇકોર્ટ જઈશું

આ અંગે તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે, નિયમ પ્રમાણે 45 દિવસ સુધી લારી, પાથરણાવાળા, ગલ્લાવાળાની સમાન જપ્ત કરવામાં આવે છે પરંતુ પરત કરવામાં નથી આવતો, હાઈકોર્ટે તાકીદ કરી છે તે પ્રમાણે 2થી 3 દિવસમાં લારીઓ પરત કરવામાં આવે. 45 દિવસ સુધી ધંધો બંધ રહે તો ધંધો સેટ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી લારીઓ કાલે છોડવામાં નહીં આવે તો જુદી જુદી ઝોનલ ઓફિસ પર જઈ તેને છોડાવવા માટે આવેદનપત્ર આપીશું અને અરજી આપીશું, જો નહીં આપવામાં આવે તો ફરીથી ત્યાં મળેલા જવાબને આધારે હાઇકોર્ટમાં જઈશું, કેમ કે અમદાવાદના સાતે ઝોન મળી 500થી વધુ લારીઓ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવી છે.

આ પણ વાંચો:

Ahmedabad Flower Show 2022:સાબરમતી રિવરફ્રન્ટ આયોજીત ફલાવર શો 2022ને મંજૂરી

અમદાવાદ મનપાને હાઈકોર્ટનો સવાલ: લોકો ઘરની બહાર નીકળીને શું ખાશે તે હવે શું કોર્પોરેશન કરશે નક્કી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.