ETV Bharat / city

વિકેન્ડ કર્ફ્યૂની કોઈ સંભાવના નહીંઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન નીતિન પટેલે પત્રકાર પરિષદ કરી અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પુરતી વ્યવસ્થા હોવાની વાત કરી હતી.

વિકેન્ડ કર્ફ્યૂની કોઈ સંભાવના નહીંઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
વિકેન્ડ કર્ફ્યૂની કોઈ સંભાવના નહીંઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
author img

By

Published : Apr 8, 2021, 7:40 PM IST

  • રાજ્ય સરકાર માત્ર 1 રૂપિયામાં નાગરિકોને માસ્ક આપશે
  • કોરોના મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનુ નિવેદન
  • રાજ્ય અને દેશમા 10 દિવસથી કોરોના દર્દીની સંખ્યા વધી
  • રાજ્યમાં અનેક જગ્યાએ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છેઃ નાયબ મુખ્યપ્રધાન

અમદાવાદઃ જિલ્લાના અમદાવદ શહેરમાં દર્દીઓને દાખલ કરવા માટે કોરોનાની કોવિડ હોસ્પિટલ અલગ હોવી જોઇએ. અત્યાર સુધી પ્રથમ ફેઝમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોટાભાગના દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા. વેન્ટિલેટર, ICU સહિતની તમામ પ્રકારની સારવાર આપી સેંકડો દર્દીઓની ઘરે પરત પણ મોકલ્યા હતા. બીજા ફેઝમાં મોટા પ્રમાણમાં દર્દીઓ અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે ત્યારે જે બેડ પહેલા હતા તેમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સિવિલ હોસ્પિટલ, મેડિસિટિ કેમ્પસની મુલાકાતે આવ્યા

આ પણ વાંચોઃ ફાયર વિભાગમાં 6 ઓફિસર સહિત 11 કોરોના પોઝિટિવ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સિવિલ હોસ્પિટલ, મેડિસિટિ કેમ્પસની મુલાકાતે આવ્યા હતા. નીતિન પટેલે હોસ્પિટલમાં પથારીની વ્યવસ્થા અંગે જણાવતા કહ્યુ કે, મંજુશ્રી કિડની હોસ્પિટલનું જે બિલ્ડિંગ બની ચુક્યુ છે તેમાં કોરોનાની સારવાર માટે 418 બેડની વ્યવસ્થા કરેલી હતી પરંતુ તે વખતે જોગાનુજોગ કોરોનાનું સંક્રમણ ઘટ્યુ એટલે એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડ્યો ન હતો. હવે સંક્રમણ વધ્યુ છે ત્યારે સિવિલ હોસ્પિટલને તેનું મેનેજમેન્ટ સોપવામાં આવ્યું છે. કિડની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. બીજી 208 બેડની વ્યવસ્થા 4-5 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

કઈ હોસ્પિટલમાં કેટલા બેડ વધારવામાં આવ્યા?

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ છે જેની કુલ કેપેસિટી 1,000 પથારીની છે પણ અત્યાર સુધી ત્યા 500 પથારી કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી અને 500 પથારી અન્ય રોગના દર્દીની સારવાર માટે ત્યા રાખવામાં આવી હતી. કોરોનાના દર્દીઓને વધુ સારી સારવાર પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, SVPમાં 500 કોરોનાના દર્દીની કેપેસિટી હતી તે 4-5 દિવસમાં વધારી 1000 પથારી કરવામાં આવશે. 500 પથારી અન્ય રોગના દર્દીની સારવાર માટે વાપરવામાં આવતી હતી તે અત્યારે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે. SVPમાં અન્ય રોગના દર્દી સારવાર લઇ રહ્યા છે તેમણે તબક્કાવાર રજા આપવામાં આવશે.

રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય

રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, એસ. એમ. શાહ હોસ્પિટલ મેડિકલ કોલેજ છે તે મેડિકલ કોલેજની 240 પથારી રાજ્ય હસ્તક લેવામાં આવી છે અને મેડિકલ કોલેજની 240 પથારીમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે. ચામુંડા બ્રિજ પાસે ગુજરાત કેન્સર સોસાયટીની હોસ્પિટલ છે તેમાં 160 પથારી ગઇકાલે તેમણે ઓર્ડર કરી રાજ્ય સરકાર, કોર્પોરેશન હસ્તક મેળવી લીધી છે ત્યા પણ કોરોનાના 160 દર્દી દાખલ કરી તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ છે, તેમાં હદય રોગના દર્દીઓની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. રાજ્યમાંથી 700 જેટલા હદય રોગના દર્દીઓની સારવાર ચાલુ છે. પણ સદનસીબે નવુ બિલ્ડિંગ બનાવ્યુ તેના કારણે હોસ્પિટલની કેપેસિટી પથારીઓની વ્યવસ્થા વધારી શક્યા છીએ.130 પથારી યુ. એન. મહેતા હોસ્પિટલમાં વધારવામાં આવશે.

રાજ્યમાં અનેક જગ્યાએ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છેઃ નાયબ મુખ્યપ્રધાન

આ પણ વાંચોઃ અમદાવાદમાં શનિ-રવિ બધા મોલ અને થિયટર્સ બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્રએ લીધો નિર્ણય

175 પથારીની વ્યવસ્થા કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે

હાલ યુ. એન. મહેતામાં જે દર્દીઓની સારવાર ચાલુ છે તે ઉપરાંતની પથારીઓ વધશે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જે કેન્સર હોસ્પિટલ છે જે નવુ બિલ્ડિંગ બન્યુ છે. તેમાં કેન્સરના દર્દીઓની સારવાર ઉપરાંત કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરતા હતા. તેમને પણ નવા બિલ્ડિંગમાં 100 પથારી વધારવાની સૂચના આપવામાં આવી છે. 175 પથારીની વ્યવસ્થા કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે. આ રીતે બધુ જોઇએ તો મેડિસિટ કેમ્પસ, મંજુશ્રી બિલ્ડિંગ પણ આવી જાય તેમાં 1232 કોરોનાના દર્દીઓની સારવાર કરી શકાય તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવી છે. અત્યારે હાલ 1200 બેડની જૂની અને સેવા કરી ચુકેલી હોસ્પિટલ છે તેમાં 300 વેન્ટિલેટર છે, 31 વેન્ટીલેટર ખાલી છે. બીજી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદ શહેરમાં કે સમગ્ર ગુજરાતમાં ખાનગી ડોક્ટરના નર્સીગ હોમમાં છે. જેમાં ICUનથી, વેન્ટિલેટરની વ્યવસ્થા નથી, તેવા નર્સીગ હોમમાં પણ કોરોનાના દર્દીઓની પ્રાથમિક સારવાર કરવાની સૂચના આપી છે.

વિકેન્ડ કર્ફ્યૂની કોઈ સંભાવના નહીં

રાજ્યમાં કોરોનાની સ્થિતિને કારણે વિકેન્ડ લોકડાઉન આવશે એ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેટલીક મહત્વની વાતો જણાવી હતી. અમદાવાદમાં પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યુ હતુ કે, હાલ શાળા-કોલેજો બંધ છે, વળી નાઈટ કરફ્યૂ પણ છે એટલે હાલ વિકેન્ડ કર્ફ્યૂનું કોઈ આયોજન નથી.

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને માસ્કને લઇને કરી હતી અપીલ

રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા માટે બધા નાગરિકો માસ્ક ફરજિયાત પહેરે તે માટે કવાયત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર માત્ર 1 રૂપિયામાં નાગરિકોને માસ્ક આપશે. આ માસ્ક અમૂલ પાર્લર પર પણ મળશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ કે, માસ્ક પહેરવાની ગુજરાત સરકારે તમામ નાગરિકને વિનંતી કરી છે, તેમાં એક રૂપિયામાં થ્રિ લેયર માસ્ક આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. નગરપાલિકા માર્કેટ કમિટી, ખેતી બજાર સમિતીઓને પણ પત્ર લખીને એક રૂપિયામાં માસ્ક વહેચવા માટે જણાવવામાં આવ્યુ છે. એક રૂપિયામાં આ માસ્ક બધાને ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમૂલના પાર્લર પર પણ નાગરિક એક રૂપિયામાં થ્રી લેયર માસ્ક ખરીદી શકે છે.

સાદુ કપડુ કે સાદો રૂમાલ બાંધવો તેના કરતા થ્રી લેયર માસ્ક સુરક્ષા આપે છેઃ નીતિન પટેલ

આરોગ્યની દ્રષ્ટીએ આ માસ્ક ઉપયોગી છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, સાદુ કપડુ કે સાદો રૂમાલ બાંધવો તેના કરતા થ્રી લેયર માસ્ક સુરક્ષા આપે છે, તે ખરીદવો વધુ જરૂરી છે. નાગરિકો જેમણે જરૂર હોય તે પણ એક રૂપિયામાં માસ્ક ખરીદી શકે છે. તેમણે જણાવ્યું હતુ કે, તેમનો હેતુ એક જ છે કે કોઇપણ નાગરિક માસ્ક વગરના ફરે, એક રૂપિયાનું માસ્ક પહેરો જેને કારણે એક હજાર રૂપિયાનો દંડ ના ભરવો પડે. હાલ આ માસ્ક અને વેક્સિન એ બે જ ઇલાજ ઉપલબ્ધ છે. સાથે સાથે નાગરિકોને સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે જરૂર વગર ઘરની બહાર નહીં નીકળવા અને જાહેર જગ્યાએ વધુ પડતા એકઠા નહી થવા પણ અપીલ કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતુ કે, માસ્ક પહેરનારા 98 ટકા લોકો કોરોનાથી બચી જાય છે.

રેમડેસીવીર ઈન્જેક્શન માટે કરાઈ વ્યવસ્થાઃ નાયબ મુખ્યપ્રધાન

રેમડેસીવીર ઈન્જેક્શન મુદ્દે નીતિન પટેલે જણાવ્યું કે 25થી 30 ટકા દર્દીને આ ઈન્જેક્શનની જરૂર પડે છે. રાજ્ય સરકારની હોસ્પિટલમાં રેમડેસીવીરનો જથ્થો પુરતો છે. કંપનીઓએ ડીલરોને 35 હજાર ઈન્જેક્શન ડિસ્ટ્રીબ્યૂટ કર્યા છે. ગઈકાલે 7 એપ્રિલના રોજ રાજ્યમાં 70 હજાર ઈન્જેક્શન ઉપલબ્ધ થયા છે. રાજ્યમાં રેમડેસીવીરની અછત વિશે નીતિન પટેલે જણાવ્યું કે, ગઈકાલે 7 એપ્રિલે રાજ્યમાં 35,000 વાયા સરકાર અને 35,000 વાયા પ્રાઇવેટ સ્ટોર એમ 70,000 ઇજેક્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કંપની દરરોજ સરકારને 35,000 ઇજેક્શનનો સ્ટોક આપશે

દરરોજ કંપની સરકારને 35,000 ઇજેક્શનનો સ્ટોક આપશે. સરકાર હોસ્પિટલોને નહીં નફો નહીં નુકશાનના ધોરણ 800-900 રૂપિયાના ભાવે ઉપલબ્ધ કરાવશે. આ સિવાય નીતિન પટેલે જણાવ્યું હતું કે સોલા સિવિલ ખાતે પણ 450 બેડની કેપેસિટી છે. જેમાં 400 આઇસોલેશન બેડ, 50 વેન્ટિલેટર બેડની સોલા હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ સોલા સિવિલમાં 200 દર્દીઓ એડમિટ છે. જેમાં 11 બાયપેક , 1 વેન્ટિલેટર, NRBM 34 અને ઓક્સિજન પર 48 દર્દીઓ એડમિટ છે. તેમણે જણાવ્યું હતું કે સોલા સિવિલમાં પ્લાન્ટ સર્જરી ઉપર પણ બ્રેક મારવામાં આવી છે. ઈમરજન્સી સિવાયના તમામ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના દર્દીઓ વધતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા વિવિધ હોસ્પિટલોમાં કોરોના બેડ વિશે નિર્ણય લેવામાં આવ્યા હતા. દર્દીઓ માટે રેમડેસીવીર પુરતા પ્રમાણમાં દર્દીઓ માટે ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં આઉટ સાઈડ દર્દી માટે રેમડેસીવીર ઇન્જેક્શન નથી. સોલા સિવિલ ખાતે રેમડેસીવીર ઇન્જેક્શન માટે સરકારે જાહેરાત કરી હતી. ઇન્જેક્શનનો જથ્થો નહીં મળતા લોકો ઇન્જેક્શન નથી મળી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે પરંતુ દાખલ થયેલા કોરોના દર્દીઓ માટે રેમડેસીવીરનો પૂરતો સ્ટોક છે.

રેમડેસીવીર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે

નીતિન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, હવે રેમડેસીવીર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે, દર્દીએ દાખલ નહીં રહેવું પડે. 1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે. કોમ્યુનિટી હોલમાં ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશે. નર્સિંગ હોમમાં ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાતવાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.