- આ વર્ષે પણ કોરોનાના કારણે ગ્રાન્ટેડ શાળાઓને નહીં મળે કન્યા કેળવણીની રકમ
- 2 વર્ષમાં કન્યા કેળવણીની કરોડોની રકમ ચૂકવાઈ નથી
- ધોરણ 8થી 12ની વિદ્યાર્થીઓનીઓને ચુકવવામાં આવે છે આ રકમ
- આ વર્ષે કન્યા કેળવણી માટે દરખાસ્ત પણ મુકવામાં નથી આવી
- વર્ષ 2019-2020માં તેનું બજેટ ફાળવવામાં નથી આવ્યું
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ સ્કુલમાં કન્યા કેળવણીની રકમ દર વર્ષે ચૂકવવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના ના બહાના હેઠળ 2020-21 અને ચાલુ વર્ષ 2021-22માં કન્યા કેળવણી રકમ ચૂકવવામાં નથી (No Kanya Kelavani for Granted Schools) આવી. આ વર્ષે પાત્ર છતાં પણ 2021ના વર્ષ માટેની દરખાસ્ત પણ મૂકવામાં નથી આવી, જેથી વિદ્યાર્થીઓને ગત વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા-કેળવણીની રકમ ચૂકવવામાં નહીં (No Kanya Kelavani for Granted Schools) આવે. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જેથી વિદ્યાર્થીઓને કન્યા કેળવણી રકમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી નહીં મળે તેવી પૂરી શક્યતા છે.
વિદ્યાર્થીદીઠ માસિક 1,100 રૂપિયા સુધીની ચૂકવાય છે રકમ
રાજ્યમાં અંદાજિત 7,000થી વધુ ગ્રાન્ટેડ સ્કૂલો છે, જેમાંથી ફીનો વિકલ્પ હોય છે. તે શાળાઓને કન્યા કેળવણી અંતર્ગત ધોરણ 8થી 12 ના વિદ્યાર્થીનીઓને નિભાવ ખર્ચ પેટે જુદી જુદી રકમ ચૂકવવામાં આવે છે, જેથી અંદાજિત 4,000થી વધુ શાળાઓનો તેમાં સમાવેશ થાય છે. જોકે, બધી શાળાઓની મળી કરોડોની કિંમતમાં વિદ્યાર્થીનીઓને ફી ચૂકવવામાં આવતી હોય છે. માસિક લેખે વર્ષમાં એક વિદ્યાર્થીદીઠ અંદાજિત 450થી લઈને 1,100 રૂપિયાની આસપાસ રકમ કન્યા કેળવણીમાં અલગ અલગ ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને મળતી હોય છે.
નાણા વિભાગમાં નથી મૂકવામાં આવી દરખાસ્ત
સરકાર દ્વારા આ વખતે નાણા વિભાગમાં પણ તેને લઈને કોઇ દરખાસ્ત મૂકવામાં (No proposal for Kanya Kelavani in finance department) નથી આવી. વિદ્યાર્થીઓના હિત નિભાવ ખર્ચને ધ્યાનમાં રાખી આ રકમ ચૂકવવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓને ગત વર્ષની જેમ આ વખતે પણ ફી માટે રાહ જોઈ રહ્યા છે. જે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં નથી આવી.
શાળા સંચાલકો આ બાબત અંગે હાઈકોર્ટ સુધી જાય તેવી શકયતા
રાજ્ય શાળા સંચાલક પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું હતું કે, વર્ષ 2019માં ગ્રાન્ટેડ શાળાઓને કન્યા કેળવણીથીની રકમ ચૂકવવામાં આવી હતી. જે ગ્રાન્ટેડ શાળાઓ છે અને જેની પાસે ફીનો ઓપ્શન છે. એ શાળાઓને રકમ ચૂકવવામાં આવે છે. કોઈ મોટી રકમ હોતી નથી તેમ છતાં પણ ચૂકવવામાં નથી આવી. વર્ષ 2019માં રકમ ચૂકવવામાં આવી હતી, પરંતુ 2019-2020માં તેનું બજેટ ફાળવવામાં નથી આવ્યું અને કોરોનાના બહાના હેઠળ રકમ આપવામાં નથી (Corona's excuse is that the amount of Kanya Kelavani not paid) આવી તેવું અમારા ધ્યાનમાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Samras Gram Panchayat Gathaman : બનાસકાંઠાનું અનોખું સમરસ ગામ, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ ઉદાહરણરુપ
સંચાલકોએ પણ આ વખતે જૂનું લેણું લેવા હાઇકોર્ટ સુધી જવું પડશે
તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2021-22માં હજુ સુધી શિક્ષણ વિભાગમાં તેને લઈને કોઇ દરખાસ્ત કરવામાં નથી (No proposal for Kanya Kelavani in finance department) આવી. નાણાં વિભાગમાં પણ તેને લઇ કોઈ દરખાસ્ત કરવામાં નથી આવી, જેથી આ વર્ષે પણ એવો ડર છે કે, આ વખતે પણ કન્યા-કેળવણી રકમ ચૂકવવામાં નહીં આવે. જેથી આ વખતે પણ સંચાલકોને નહીં (Granted schools will not receive the amount of Kanya Kelavani) મળે, જેથી સંચાલકોએ પણ આ વખતે જૂનું લેણું લેવા હાઈકોર્ટ સુધી જવું પડે એવું અત્યારે જિલ્લામાં જે માહિતી મળી રહી છે. તેના આધારે લાગી રહ્યું છે. મોટા શહેરો-જિલ્લાઓ સ્કૂલોએ તેમની પોતાની નિભાવ ગ્રાન્ટ જતી કરી છે. કન્યા કેળવણીનો આ રકમનો આંકડો અંદાજે કરોડો રૂપિયા વિવિધ શાળાઓમાં જાય છે.