અમદાવાદ :ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) સાથે સંલગ્ન કોલેજોમાં એકેડેમિક ઇન્સ્પેક્શનની (Academic Inspection in GTU Colleges) ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 38 સંસ્થામાં ફેકલ્ટીઝ અને લેબોરેટરીઝની ઉણપ અને કેટલીક સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોય તેની સામે ધારાધોરણ મુજબ પગલાં (No Admission Zone Colleges in Gujarat) ભરવામાં આવ્યા છે.
કુલપતિનું નિવેદન - આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , ટેક્નિકલ શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રહી જાય તે અર્થે જીટીયુ અને એઆઈસીટીઈના ધારાધોરણ મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે. એકેડેમિક ઈન્સ્પેક્શનથી (Academic Inspection in GTU Colleges) શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.
કુલ કેટલી સીટ્સ ઘટી -જીટીયુ એન્જીનિયરિંગ કોલેજોની બેઠકોમાં ઘટાડો (Reduction in seats of GTU engineering colleges) પણ સામે આવ્યો છે. જીટીયુ દ્વારા કરવામાં આવેલ 280 સંસ્થાના એકેડેમીક ઈન્સ્પેક્શનમાંથી (Academic Inspection in GTU Colleges) કુલ 38 સંસ્થાની સીટ્સ ઘટાડવામાં આવેલી છે. જેમાંથી ડિગ્રી એન્જિનિયરીંગ વિદ્યાશાખાની 15 સંસ્થાની 1295 સીટ્સ , ડિપ્લોમાં એન્જિનિયરીંગની 18 સંસ્થામાં 3300 , ફાર્મસીની 1 કૉલેજની 60 સીટ્સ તથા એમબીએ અને એમસીએની અનુક્રમે 3 અને 1 સંસ્થાની કુલ 60 , 60 સીટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
કઇ કઇ કોલેજ નો એડમિશન ઝોનમાં મૂકાઈ - તમામ વિદ્યાશાખાની મળીને કુલ 38 સંસ્થાની 4775 સીટ્સમાં ઘટાડો (Reduction in 4775 seats of 38 institutes )કરવામાં આવ્યો છે. જીટીયુ દ્વારા આ બાબતની જાણ એસીપીસીને (ACPC ) પણ કરવામાં આવી છે. આ ઉપરાંત એકેડેમિક ઈન્સ્પેક્શનમાં (Academic Inspection in GTU Colleges) જીટીયુના ધારાધોરણો પર ખરી ન ઉતરેલી ડિપ્લોમા એન્જિનિયરીંગની 4 અને ડિગ્રી એન્જિનિયરીંગની 5 કૉલેજો મળીને કુલ 9 કૉલેજોને જીટીયુ દ્વારા નો-એડમીશન ઝોનમાં (No Admission Zone Colleges in Gujarat) મૂકવામાં આવી છે.