અમદાવાદઃ નિસર્ગ વાવાઝોડાનો ખતરો હાલ ગુજરાત માટે ટળી ગયો છે, તેમ છતાં તંત્ર એક્શનમાં છે. 8 જિલ્લાના 21 તાલુકાના 167 ગામમાં અસરની સંભાવના દર્શાવવામાં આવી છે. રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં NDRFની 13, SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવી છે. NDRFની વધુ 5 ટીમ એરલિફ્ટ કરાઈ છે. હવે બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નિસર્ગ વાવાઝોડાના કારણે દ.ગુજરાતમાં પવનની ગતિ તેજ થઈ ગઈ છે. નિસર્ગ વાવાઝોડું 6 કલાકે 13 કિલોમીટરને ઝડપે આગળ વધી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું સુરતથી 425 કિલોમીટર દૂર છે. જેથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નિસર્ગ વાવાઝોડું ટકરાશે નહીં પણ ભારે વરસાદ પડશેઃ હવામાનવિભાગ - અમદાવાદ હવામાનવિભાગ
ગુજરાતને હાલ રાહતના સમાચાર મળી રહ્યાં છે કે, નિસર્ગ નામનું સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. હવે આ વાવાઝોડું મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ટકરાશે. જો કે, તેની અસરને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે દ. ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દાદરાનગર હવેલી અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે.