ETV Bharat / city

નવલા નોરતાની પૂર્ણાહૂતિના પવિત્ર પર્વ પર માતા સિદ્ધિદાત્રીનો કૃપા પ્રસાદ પામીએ - Maa Navdurga

વૈશ્વિક મહામારીની વચ્ચે સપડાયેલ રાજ્યમાં નવરાત્રિ જેવા સાંસ્કૃતિક ધરોહર સમા પર્વની આપણે મનગમતી રીતે ઉજવણી કરી શક્યા નથી. તેનો વસવસો કદાચ વર્ષો સુધી ગુજરાતણોને રહેશે. જોકે ગરબે ઘૂમી શક્તિની આરાધના લગભગ સૌએ પોતપોતાના ઘરમાં કરી છે અને માતા નવદુર્ગાના આશીર્વાદ મળે અને મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થનાઓ સાથે આવતે વર્ષે વધુ ઉમંગથી ગરબે ઘૂમવા માટે નક્કી કરી લીધુ છે. ત્યારે આજના નવમાં દિવસે માતા નવદુર્ગાના નવમ્ સ્વરુપ સિદ્ધિદાત્રીનું મહિમાગાન કરીએ.

નવલા નોરતાની પૂર્ણાહૂતિના પવિત્ર પર્વ પર માતા સિદ્ધિદાત્રીનો કૃપા પ્રસાદ પામીએ

author img

By

Published : Oct 25, 2020, 7:03 AM IST

  • માતા ભગવતી નવદુર્ગાના નવ સ્વરુપની શબ્દ આરાધનાનો કૃપાપ્રસાદ
  • સૌએ કરી છે કોરોના મહામારીથી મુક્તિની પ્રાર્થના
  • માતા સિદ્ધિદાત્રીની અનુપમ કૃપાથી થાય છે અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात्‌ सिद्धिदा सिद्धिदायिनी॥

આ શ્લોકમાં જ પ્રતિપાદિત થાય છે, એમ માતા સિદ્ધિદાત્રી બધા પ્રકારની સિદ્ધિઓ દેનારા છે. અનુષ્ઠાનપૂર્વક, સાધનાના વિધિવિધાન અને ભક્તિભાવથી સાધના કરનાર સાધક માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ઘણી સિદ્ધિઓ મેળવી શકતા હોય છે. સંંસારના પુરુષાર્થને પામવા અનેક પ્રકારના સામર્થ્યની જરુર હોય છે. ત્યારે સફળતા સ્વય એક સિદ્ધિ છે, જે હરકોઇની વાંછના હોય છે. એ ભલે પછી વૈરાગી હોય. તેને પણ અનાશક્તિની વાંછના રહે છે. તો વળી સંસારીની અનેક સમસ્યાઓ વચ્ચે ઘૂમતા રહેતા ગૃહસ્થો માટે શું કહેવું ? માતા સિદ્ધિદાત્રીની સાધના ઉપાસના, મનવચન અને કર્મથી કરેલી ભક્તિ કદી વિફળ થઈ શકતી નથી અને માતાની અનુપમ કૃપા આવી મળે છે. નવરાત્રિના નવમાં દિવસે આપણે માતાનું ધ્યાન ધરીએ. ભાગવતાચાર્ય શાસ્ત્રી પ્રકાશ જોષી પાસેથી વધુ જાણીએ...

નવલા નોરતાની પૂર્ણાહૂતિના પવિત્ર પર્વ પર માતા સિદ્ધિદાત્રીનો કૃપા પ્રસાદ પામીએ

માતા સિદ્ધિદાત્રીનું પ્રાક્ટ્ય કથાનક અને ધ્યાનસ્વરુપ

દેવી ભાગવત્‌ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા. જેથી આદિ-પરાશક્તિ શિવના અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા હતા. દેવીપુરાણ અનુસાર ભગવાન શિવે પણ તેમની કૃપાથી જ સર્વસિદ્ધિઓ મેળવી હતી. સિદ્ધિદાત્રીના સમાવેશથી જ ભગવાન શિવનું અડધું શરીર નારીરુપા એટલે કે અર્ધનારેશ્વરનું બન્યું હતું.

માતા સિદ્ધિદાત્રી ચતુર્ભૂજ છે. માતા સિદ્ધિદાત્રી સિંહ પર સવારી કરે છે. કમળનું ફૂલ માતાનું આસન છે. તો તેમના એક હસ્તમાં પણ કમળનું ફૂલ છે. તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. જેઓને વિશેષપણે કેતુગ્રહની બાધા નડતી હોય તેમને માટે માતા સિદ્ધિદાત્રી સર્વપ્રકારે સુખદાતા મનાયા છે, કેતુગ્રહથી થતી તમામ મુશ્કેલીઓનું નિવારણ માતા સિદ્ધિદાત્રીની ભક્તિમાં છે. માતા સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધ પણ કરે છે.

શાંતિ કુરુ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિપ્રદાયક,

ભુક્તિ-મુક્તિદાયક દેવી, નમસ્તે નમસ્તે સ્વાહા

ઓમ્ ઐઁ, હ્રીઁ, સિદ્ધિદાત્રયૈ મમ્ સુખશાંતિ દેહિ દેહિ સ્વાહા’

આ પ્રકારે માતા સિદ્ધિદાત્રીનું સ્મરણ કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની વિશેષ ભક્તિ અર્થે આજે શ્રીસૂક્તનો પાઠ પણ કરવાનું ઉત્તમ માનવામાં આવ્યું છે. ઘણા ભક્તો આજે શક્રાદય સ્તુતિનો પાઠ પણ કરે છે અને માનો મહિમા જાણીને નમી પડે છે.

શક્રાદયઃ સુરગણા નિહતેઽતિવીર્યેતસ્મિન્દુરાત્મનિ સુરારિબલેચ દેવ્યા

તાં તુષ્ટુવુઃ પ્રણતિનમ્રશિરોધરાંસાવાગ્ભિઃ પ્રહર્ષપુલકોદ્ગમચારુદેહાઃ

શબ્દાત્મિકા સુવિમલગ્યર્જૂષાં નિધાનમુ્દીધરમ્યપદપાઠવતાં ચ સામ્રામ

દેવી ત્રયી ભગવતી ભવભાવનાય વાત્તાર્ ચ સર્વજગતાં પરમાત્તિર હન્ત્રી

નવરાત્રિની નવ રાત્રિઓની આરાધના કરતા આપણે પણ આ વર્ષના અંતિમ પડાવ પર છીએ, ત્યારે મનુષ્ય જીવનની સંપૂર્ણતાને પામીએ, સ્વસ્થ જીવન પામીએ. ત્રિદેવના- સર્જન-પાલન-સંહારના સ્વામી પણ મહામાયા મહાશક્તિને ભજનારા છે. અનંત બ્રહ્માંડની કારણ શક્તિ, આધારશક્તિ અને પરાશક્તિ પણ એ પરમેશ્વરી જ છે. એકમેવ જગદંબા જગતજનનીની માતૃવંદના કરીને આપણી ભૂલોની ક્ષમા યાચીએ અને વધુ સારા મનુષ્યત્વને પામીએ તેવી નતમસ્તકે પ્રાર્થના કરીએ. ETVBharatના સૌને જય અંબે જય માતાજી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.