ETV Bharat / city

અમદાવાદમાં રાત્રી કરફ્યૂના ઉડ્યા લીરે લીરા, તંત્ર દ્વારા પાલન માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ - gujarat news

કોરોનાના વધતા જતા કેસને લઈને સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ લોકોએ સરકાર દ્વારા લગાવવામાં આવેલા કરફ્યૂનું સરેઆમ ઉલ્લંઘન કર્યુ હતું. શહેરના લોકો રાત્રીના 10:30 વાગ્યા સુધી ખુલ્લેઆમ ફરતા દેખાયા હતા.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Mar 18, 2021, 7:17 AM IST

Updated : Mar 18, 2021, 1:40 PM IST

  • કરફ્યૂના નિયમોને લોકોએ મૂક્યા નેવે
  • ગોટા, જગતપુર, 150 ફૂટ રિંગરોડ, અંધજન મંડળ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન
  • તંત્ર દ્વારા કરફ્યૂના પાલન માટે ન કરાઈ વ્યવસ્થા

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસ 250ને પાર થયાં છે. રાજ્યમાં સૌથી વધારે સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રાતના 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનું કરફ્યૂ 31 માર્ચ સુધી લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ શહેરીજનો કરફ્યૂનું પાલન કરે તે માટે કોઈપણ જાતની તંત્ર દ્વારા વ્યવસ્થા ન ગોઠવવામાં આવી હોવાનું પુરવાર થયું છે.

અમદાવાદમાં રાત્રી કરફ્યૂના ઉડ્યા લીરે લીરા

લોકોમાં કોઈપણ જાતની જાગૃતિ નહીં

શહેરના ગોતા, જગતપુર, ચાંદલોડિયા, ઘાટલોડીયા, 150 ફૂટ રીંગરોડ, વસ્ત્રાપુર, અંધજન મંડળ સહિતના વિસ્તારોમાં શહેરીજનો 11 વાગ્યા સુધી બહાર ફરતા દેખાયા હતા. કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ લોકોમાં કોઈપણ જાતની જાગૃતિ ન હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

અમદાવાદમાં અનિશ્ચિતકાળ સુધી શું બંધ રહેશે ?

શહેરમાં વધતા જતા સંક્રમણને લઈને તમામ બાગ બગીચા, કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ બગીચા, બાયોડાયવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ લોવર રોમેન્ટિક સાયકલિંગ રોડ, જીમ, ગેમિંગ ઝોન, સ્પોર્ટ્સ ક્લબ, ફ્લાવર ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ સહિત બંધ રહેશે.

આ પણ વાંચો : 15 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત, રાજ્યના બોર્ડર વિસ્તારમાં સ્ક્રિનિંગ કામગીરી પુરજોશમાં

જાહેર ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ

અમદાવાદ જેવા મોટા શહેરોમાં લોકો મોટાભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધારે ઉપયોગ કરતા હોય છે. જેમાં કોરોનાનો ફેલાવો પણ વધી શકે છે. જેને લઇને મહાનગરપાલિકા દ્વારા ગુરૂવારથી જ AMTS અને BRTS બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ આદેશ કરવામાં આવ્યો છે કે, જ્યાં સુધી અન્ય હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી તમામ સુવિધાઓ બંધ રહેશે.

ચારેય મહાનગરોની જવાબદારી વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી

રાજ્યના ચાર મહાનગરોમાં સૌથી વધારે કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર દ્વારા ચારેય મહાનગરોની જવાબદારી વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદની જવાબદારી ડૉક્ટર રાજીવ ગુપ્તાને, સુરતની જવાબદારી એન. થૈનનાર્સન, રાજકોટની જવાબદારી રાહુલ ગુપ્તાને અને વડોદરાની જવાબદારી ડૉક્ટર વિનોદ રાવને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : પાસ નેતાના અલ્પેશ કથીરિયાના જન્મદિન પર રાત્રી કર્ફ્યુની કોરોના ગાઈડલાઇનનો ભંગ, વીડિયો વાઈરલ

Last Updated : Mar 18, 2021, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.