ETV Bharat / city

દેશના 1.60 લાખ પોલીસના ઉચ્ચ અધિકારીઓને NFSU વર્ચ્યુલ ટ્રેનિંગ આપશે, ટ્રેનિંગ સેન્ટરનું અમિત શાહ કરશે ઉદ્ઘાટન - vijay rupani

જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે અમિત શાહ અમદાવાદની મૂલાકાત લેશે અને મંગળા આરતી કરી ગાંધીનગરની મૂલાકાત લેશે. કેન્દ્રીયગૃહ પ્રધાન અમીત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આવીને ડ્રગ્સ લેબોરેટરીનું ઉદઘાટન કરશે.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Jul 10, 2021, 11:08 PM IST

  • નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કરશે ડ્રગ્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન
  • પોલીસ અધિકારીઓ અને કાયદા સાથે સંકળાયેલા જ્યૂડિસરીને પણ આપવામાં આવશે ટ્રેનિંગ
  • નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 1.60 લાખ પોલીસના ઉચ્ચ અધિકારીઓને અપાશે ટ્રેનિંગ
  • ટ્રેનિંગ બાદ NFSU દ્વારા માન્યતા ધરાવતા પોલીસ અધિકારીઓ જ અમુક ઘટનાની કરી શકશે તપાસ

ગાંધીનગર: રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સવારે ચાર વાગ્યે મંગળા આરતી કર્યા બાદ સોમવારે 12 જુલાઈના દિવસે તેઓ પોતાના મતવિસ્તાર એવા ગાંધીનગરમાં જ દિવસ પસાર કરવાના છે, ત્યારે બપોરે એક કલાકની આસપાસ કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આવીને ડ્રગ્સ લેબોરેટરીનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત દેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપવામાં આવતા વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેન્ટરની પણ શરૂઆત કરશે.

1.60 લાખ પોલીસના ઉચ્ચ અધિકારીઓને NFSU વર્ચ્યુલ ટ્રેનિંગ આપશે

NFSU દેશના 1.60 લાખ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપશે ટ્રેઇનિંગ

કેમ્પસ ડાયરેકટર એસ.ઓ. જુનારેએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ બાબતેની તપાસ માટે ખાસ ટ્રેનિંગ મોડ્યુલ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં આવનારા સમયમાં દેશના 1.60 લાખથી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા અભ્યાસ પણ કરાવવામાં આવશે અને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જ્યારે અત્યારે આ ફક્ત બે ભાષામાં એટલે કે હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, જ્યારે આવનારા સમયમાં વધુ આઠ ભાષામાં મોડ્યૂલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ જે અધિકારી ઇચ્છે તે અધિકારીઓની ટ્રેનિંગ અને રજિસ્ટ્રેશન કર્યા બાદ પરીક્ષાનું આયોજન કરીને તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

જે પોલીસ અધિકારીઓ પાસે સર્ટિફિકેટ હશે તે જ તાપસ કરી શકશે

કેમ્પસ ડાયરેકટર એસ.ઓ. જુનારેએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જ્યારે દેશના 1.60 લાખથી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ટ્રેનિંગ અને સર્ટીફિકેટ પણ આપવામાં આવશે. જ્યારે ડ્રગ્સ બાબતની કોઈ પણ તપાસ કરવા માટે આ સર્ટિફિકેટ જરૂરી રહેશે અને જે પોલીસ અધિકારી પાસે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીનું સર્ટીફીકેટ હશે તેવા જ અધિકારીઓને આવા પ્રકારના કેસની તપાસ સોંપવામાં આવશે.

અન્ય દેશના પોલીસ અધિકારીઓને પણ આપવામાં આવશે ટ્રેનિંગ

દેશ ઉપરાંત અન્ય વિદેશના પોલીસ અધિકારીઓને પણ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી ડ્રગ્સને ફોરેન્સિક સાયન્સને લગતા અને ગુનાઓને લગતી તપાસ બાબતે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે. આમ અન્ય દેશના પોલીસ અધિકારીઓને પણ ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. જ્યારે અગાઉ પણ સાઉદી અરેબિયા, ઝિમ્બાબ્વે જેવા દેશના પોલીસ અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે.

ગુનેગારો છૂટે નહિ તે માટે જ્યુડિસરીને પણ અપાશે ટ્રેનિંગ

ડ્રગ્સની હેરાફેરી કરવા માટે રુદ્રાક્ષ અને અન્ય મટીરિયલમાં વાપરવામાં આવે છે, જ્યારે અમુક તત્વો મિશ્રિત કરવામાં આવે તો લેબોરેટરીમાં તેની પકડાઈ શકતું નથી. સરળતાથી હેરાફેરી કરવા માટે અગરબત્તી અને મરચાં તરીકે પણ ડ્રગ્સની હેરફેર થાય છે, ત્યારે આવા પ્રકારના ડ્રગ્સને શોધવા માટે જ ખાસ પ્રકારની લેબોરેટરી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે તૈયાર કરવામાં આવી છે. જ્યારે ગુનેગારો છુટી ન શકે તેને ધ્યાનમાં લઈને પણ આવનારા સમયમાં જ્યુડિસરીને પણ ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.