અમદાવાદઃ 31મી ડિસેમ્બરની રાત્રે ઉજવણી (New Year party in Ahmedabad 2021) કરવા ઘરથી બહાર નીકળ્યાં તો પોલીસની બાજનજર રહેશે. કારણકે 31મીએ રાત્રીના 11 વાગ્યા બાદ અમદાવાદ પોલીસ દ્વારા કરફ્યુની કડક અમલવારી કરાવવા એકશન પ્લાન (Ahmedabad Police Action Plan on 31 December 2021) ઘડાયો છે. 31મી ડિસેમ્બરે પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત જગ્યા પર વોચ રાખશે. 31મીએ જો કોઈપણ વ્યક્તિ નશીલા પદાર્થનું સેવન કરેલી હાલતમાં ઝડપાશે તો તેની સામે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે. સાથે જ 11 વાગ્યા પછી બહાર નીકળ્યા તો સીધા જેલહવાલે થઈ જશો. શહેરના માર્ગ પર 11 વાગ્યા બાદ કોઈ લોકો રસ્તા પર દેખાશે તો સીસીટીવી કેમેરાના આધારે ફોટો કેપ્ચર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલીને કાર્યવાહી કરશે.
આ પણ વાંચોઃ 31 December Effect: વડોદરા શહેર અને જિલ્લામાંથી 24 કલાકમાં 45 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો
દારુ પીનારાને પકડવા બ્રેથએનેલાઇઝર આ રીતે વપરાશે
31મી ડિસેમ્બરના (New Year party in Ahmedabad 2021)રોજ નશીલા પદાર્થનું સેવન કરીને છાકટા બનીને ફરનાર નબીરાઓને બ્રેથએનેલાઇઝર વડે ચેક કરવામાં આવશે. કોરોનાના વધતા કેસ વચ્ચે એક વ્યક્તિને બ્રેથએનેલાઇઝર મશીનથી ચેક કર્યા બાદ બ્રેથએનેલાઇઝર નોઝલ બદલી દેવામાં આવશે. જો કોઈપણ નશીલા પદાર્થનું સેવન કરેલું હશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત શહેરના એસજી હાઇવે તથા સીજીરોડ ઉપર કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરવા (Ahmedabad Police Action Plan on 31 December 2021) માટે શહેર પોલીસે અપીલ કરી છે. સાથે જ પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે આ વર્ષે નવા વર્ષની ઉજવણી પોતાના ઘરે રહી કરે અને સુરક્ષિત રહે.
આ પણ વાંચોઃ Junagadh APMC Farmer Rest House 2021 : રખડતાં ઢોર અને જંગલી પશુને લઈને પાટીલનું નિવેદન, સરકાર બનાવશે એક્શન પ્લાન
નશીલા પદાર્થનું સેવન કરીને વાહન ચલાવનાર સામે શહેર પોલીસ કડક કાર્યવાહી (Ahmedabad Police Action Plan on 31 December 2021) હાથ ધરશે. પોલીસ દ્વારા હાઇવે પર આવેલા ફાર્મ હાઉસ અને પ્રાઇવેટ પાર્ટીઓ (New Year party in Ahmedabad 2021) કરનારા સામે પણ ગુનો નોંધવામાં આવશે.