અમદાવાદ નવરાત્રિના પાવન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિ (Navratri Festival 2022) દરમિયાન ગરબા પ્રેમીઓ (garba lovers) ગરબે ઝૂમીને માતાજીની આરાધના કરતા હોય છે. આ વખતે કોરોનાના (covid cases in gujarat today) 2 વર્ષ પછી મોટા પાયે નવરાત્રિ ગરબાનું આયોજન (navratri gujarat festival) થવાનું છે. તેને ધ્યાનમાં રાખી આ વખતે ગરબા પ્રેમીઓએ નવરાત્રિના 3 મહિના પહેલાથી જ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. આવી જ રીતે ગરબાના અવનવા અને ટ્રેન્ડિંગ સ્ટેપ્સ શીખવાડી (new garba steps for dancing garba) રહ્યું છે શહેરનું રેકલેસ ગરબા ગૃપ (Reckless Garba Group).
આ નવા સ્ટેપ્સ શીખવવામાં આવે છે શહેરના આરટીઓ સર્કલ પાસે આવેલા આ ગરબા ક્લાસીસમાં ગરબા શીખવા આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ અહીં કપલ ડાન્સ, કમરિયા, ફ્લિપ જેવા ગરબાના સ્ટેપ્સ શીખવવામાં (navratri garba steps) આવી રહ્યા છે. આ ઉપરાંત આ વખતે પુષ્પા સ્ટાઈલ (pushpa style garba) ગરબા પણ ટ્રેન્ડિંગ (new trending garba) છે. તે પણ અહીં શીખવવામાં આવી રહ્યા છે. તો અહીં બાળકોથી લઈને સિનિયર સિટીઝન્સ પણ ઉત્સાહ સાથે ગરબા શીખી રહ્યા છે.
ગરબા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ ગરબા પ્રેમી રિતુ ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનાના 2 વર્ષ (covid cases in gujarat today) પછી ગરબાનું આયોજન થઈ રહ્યું છે. એટલે આ વખતે ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે. જોકે, અમે તો 3 મહિના પહેલાથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દઈએ છીએ. બીજી તરફ નવરાત્રિમાં (Navratri Festival 2022) વરસાદ પડશે તો પણ ઉત્સાહપૂર્વક જ ગરબા રમીશું.
સિનિયર સિટીઝન્સ પણ આવે છે ગરબા શીખવા રેકલેસ ગરબા ગૃપના (Reckless Garba Group) કોરિયોગ્રાફર મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે, આ વખતે ગરબાપ્રેમીઓમાં એક અલગ જ ઉત્સાહ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ઉંમરના લોકો અમારી પાસે ગરબા શીખવા આવે છે. જોકે, મોટા ભાગે યુવાનો અને વિદ્યાર્થીઓ આ વખતની નવરાત્રિને (Navratri Festival 2022) લઈને ભારે ઉત્સુક છે. અહીં અમે કમરિયા, કપલ ડાન્સ, સનેડો, ફ્લિપ, ફોગડાન્સ, બે તાળી, ત્રણ તાળી જેવા સ્ટેપ્સ (navratri garba steps) શીખવી રહ્યા છીએ.
2022 નવરાત્રિ યાદગાર બનાવીશું કોરિયોગ્રાફર વિશાક સિંઘે જણાવ્યું હતું કે, આ વર્ષે એવું લાગી રહ્યું છે કે લાંબા સમય પછી નવરાત્રિ (Navratri Festival 2022) યોજાઈ રહી છે. આ વખતે પાર્ટી પ્લોટ્સમાં પણ ગરબા યોજાવાના હોવાથી અમે અને ગરબા પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહિત છીએ. નવરાત્રિના નવે નવ દિવસ (navratri gujarat festival) અમે ગરબા ઝૂમીને માતાજીની આરાધના કરીશું.