ETV Bharat / city

અમદાવાદની IIMમાં કોરોના વિસ્ફોટ, વધું 23 કેસ નોંધાયા - Corona News

રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓમાં પણ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં IIMમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં હોળી અને ધુળેટીના તહેવારના દિવસોમાં IIMમાં વધુ 23 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે કુલ 116 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. ભારત અને ઈગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં બાદ IIMમાંથી 70 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતા.

અમદાવાદની IIMમાં કોરોના વિસ્ફોટ
અમદાવાદની IIMમાં કોરોના વિસ્ફોટ
author img

By

Published : Mar 30, 2021, 8:15 PM IST

  • અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો
  • IIMમાં કોરોના વિસ્ફોટ
  • બે દિવસમાં 23 લોકો પોઝિટિવ આવ્યાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શિક્ષણ સંસ્થાઓમાં પણ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદની IIMમાં હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન વધુ 23 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.

આ પણ વાંચોઃ મેચ જોવા ગયેલા IIM-અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા

5 વિદ્યાર્થીઓની ભૂલને કારણે સંક્રમણ વધ્યું?

આ અંગે મળતી માહિતી મુજબ IIMમાં 5 વિદ્યાર્થીઓની ભૂલને કારણે વધારે લોકોને સંક્રમણનો ભોગ બનવું પડ્યુ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 12 માર્ચના રોજ IIMના 6 વિદ્યાર્થીઓ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ મેચ જોવા ગયા હતા અને મેચ જોઈને પરત આવ્યાં બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવતા 6 પૈકી 5 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે, આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની હોવાથી તે પોતે પોઝિટિવ છે તે તેઓએ છુપાવ્યું હતું. જ્યારે વધુમાં 28 માર્ચે કરવામાં આવેલા 116 લોકોના ટેસ્ટમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા, જેમાં 9 વિદ્યાર્થી પોઝિટિવ નોંધાયા હતા, જ્યારે બિજા દિવસે વધુ 6 લોકો પોઝિટિવ નોંધાયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ : અત્યાર સુધીમાં કુલ 172 કોરોના કેસ નોંધાયા

IIMAમાં 15 વિદ્યાર્થીઓ સહિત 23 લોકો પોઝિટિવ આવ્યાં

IIMમાં અગાઉ પણ સ્ટાફના કેટલાક લોકો પોઝિટિવ આવ્યાં હતા. પરંતુ ત્યારબાદ કોરોના ટેસ્ટિંગ કરાવ્યાં બાદ IIMમાં એક પણ કેસ સામે આવ્યો ન હતો. જોકે, બે દિવસમાં IIMAમાં 15 જેટલા વિદ્યાર્થીઓ સહિત 23 લોકો પોઝિટિવ આવ્યાં છે. 26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ 5 લોકો પોઝિટિવ આવ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.