ETV Bharat / city

તહેવારો આવતા જ તંત્રની લાપરવાહી, કોરોના ટેસ્ટમાં કર્યો ઘટાડો - કોરોના ટેસ્ટ

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો ન થાય અને લોકો સમયસર ટેસ્ટ કરાવે તે માટે શહેરના મોટાભાગના રસ્તાઓ પર તંબુ બાંધવામાં આવ્યાં છે અને લોકોને ટેસ્ટ કરાવે તે માટે અપીલ કરવામાં આવતી હતી. પરંતુ તહેવારોના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના ટેસ્ટ માટે નિયમોમાં ફેરફાર કરાયા છે.

તહેવારો આવતા જ તંત્રની લાપરવાહી, કોરોના ટેસ્ટમાં કર્યો ઘટાડો

author img

By

Published : Nov 12, 2020, 8:49 PM IST

  • અમદાવાદમાં તહેવારોને ટાણે તંત્રએ લીધો નિર્ણય
  • કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં કર્યો ઘટાડો
  • જે વ્યક્તિમાં લક્ષણ દેખાશે તેનો જ ટેસ્ટ કરાશે

અમદાવાદઃ હવેથી જે કોઈપણ વ્યક્તિમાં લક્ષ્ણ દેખાશે તે જ વ્યક્તિના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જોકે મહત્વનું એ પણ છે કે ટેસ્ટમાં જે કોઈ પણ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવે છે તેમને કવોરંટાઈન માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી. તો બીજી તરફ પોઝિટિવ દર્દીઓ કવોરંટાઈન થાય છે કે કેમ તે પણ દરકાર લેવાતી નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના ટેસ્ટ માટે નિયમોમાં ફેરફાર કરાયા છે.

એન્ટીજન ટેસ્ટ કેટલા સફળ?

એન્ટીજન ટેસ્ટ દ્વારા કોરોના છે કે નહીં તે ગણતરીની મિનિટોમાં જ જાણી શકાય છે. એક કિઓસ્ક પર પોઝિટિવ અને બીજા કિઓસ્ક પર નેગેટિવ રિપોર્ટ આવ્યો હોવાના અસંખ્ય દાખલા છે. જેના કારણે એન્ટી જન ટેસ્ટ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

લક્ષણો હશે તેનો જ ટેસ્ટ કરાશે

મફતમાં થઈ રહેલા એન્ટીજન ટેસ્ટનો અમદાવાદીઓ ભરપૂર દુરુપયોગ કરી રહ્યાં છે. વારંવાર એન્ટીજન ટેસ્ટ કરાવવા માટે પહોંચી જતાં લોકોને રોકવા માટે કોર્પોરેશને ઠોસ નિર્ણય લીધો છે. કિઓસ્ક કે અર્બન હેલ્થ સેન્ટર પર આવનારા નાગરિકનું તાપમાન 38 સેલ્સિયસથી વધુ હશે તો જ ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાના લક્ષણોની પણ તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.