અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે, ત્યારે વધુ એક વખત હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં સારવાર દરમિયાન દર્દીને મૃત જાહેર કર્યા પછી પરિવારજનોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યાર બાદ તંત્રએ પરિવારજનોને જાણ કરી કે દર્દીનો રિપોર્ટ નેગેટિવ છે અને દર્દી સિવિલના જનરલ વોર્ડમાં દાખલ હોવાનું જણાવાયું હતું.
નિકોલના દેવરામભાઇને 28 મેના રોજ ડાયાબિટીસ વધતા સિવિલમાં દાખલ કરાયા હતા. તેઓ 29 મેના રોજ બપોરે 3 વાગે મૃત્યુ પામ્યા હોવાનુ તેમના પરિવારજનોને જણાવ્યું હતું. તે મેસેજ કંટ્રોલ રૂમ મારફતે આપવામાં આવ્યો હતો. ત્યાર પછી 4 વાગે કોરોનાની માર્ગદર્શિકા મુજબ સભ્યોએ PPE કીટ સાથે અંતિમ વિધી કરવામાં આવી હતી. એ પછી 30મીએ ફરી કંટ્રોલરુમમાંથી ફોન આવ્યો કે દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે, જનરલ વોર્ડમા દાખલ કર્યા છે.
ત્યારબાદ કેન્સર હોસ્પિટલના ડીન ડૉ.શશાંક પંડ્યાએ આ ઘટના અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 28મી મેના રોજ દર્દી ટ્રોમાં સેન્ટરમાં આવ્યા હતા. 71 વર્ષના ડાયાબિટીસના દર્દીને 22 કલાકમાં મોત થયું હતું, પણ કોવિડ રિપોર્ટ પેન્ડિંગ હોવાથી નિયમ મુજબ દફનવિધિ કરવામાં આવી હતી. તેમણે વધુંમાં કહ્યું કે, દર્દીના સગાઓને અનેક વાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ ન શક્યો.
ડોક્ટરથી અન્ય દર્દીની માહિતી ભૂલથી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ દર્દીના સગાઓને થોડી વારમાં જ તે બાબતે જાણ કરવામાં આવી હતી. મૃતદેહ તે જ દર્દીનો હતો કે કોઈ અન્ય દર્દીનો...હાલ મૃતદેહ આપવામાં આવ્યો નથી.