અમદાવાદઃ કોરોના વાઇરસ મહામારીને ધ્યાનમાં રાખી આજે રવિવારે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થવાની આશા છે. કોરોના વાઇરસના કારણે NEETને પહેલા 2 વખત પરીક્ષા ટાળવામાં આવી છે.
ધોરણ 12 બાદ મેડિકલમાં પ્રવેશ મળેવવા માટે સમગ્ર દેશમાં રવિવારે NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. NEET પરીક્ષા ઓફલાઇન લેવામાં આવશે. 3 કલાકની આ પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થશે. જો કે, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર સવારે 11 વાગ્યે પ્રવેશ આપવામાં આવશે.
બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયનું સંયુક્ત પેપર કુલ 700 ગુણનું રાખવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી 75 હજારથી વધુ વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપશે. અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, ગોધરા, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ શહેરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં 200થી વધારે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજવાની છે. સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખ એક વર્ગખંડમાં માત્ર 12 વિદ્યાર્થીઓને જ બેસડવામાં આવશે.
જો કે, કોરોના વાઇરસ મહામારી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી વર્ગખંડની સંખ્યામાં વધારો થયો છે અને તેના કારણે સુપરવિઝનની કામગીરી પણ વધુ શિક્ષકોને સોપવામાં આવી છે.