અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2021માં લેવાયેલી ચૂંટણીને વાદ મેટ્રો કોર્ટમાં (AMC Election 2021) પહોંચ્યો હતો. જેમાં ઉમેદવાર જય પટેલ દ્વારા નીરવ કવિની સામે ફરિયાદ કરવામાં આવી હતી. હવે મેટ્રો કોર્ટે આ સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં AMCની ચૂંટણી યોજાઇ હતી. જે સમયે હારેલા ઉમેદવાર જય પટેલ દ્વારા ખોટી રીતે ચૂંટણી જીતવાની ફરિયાદ કવિ નીરવ સામે કરવામાં આવી હતી. જે અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે, જીત મેળવેલા ઉમેદવાર નીરવ કવિએ પોતાની જ્ઞાતિનું પ્રમાણપત્ર જન્મ તારીખ અને રહેઠાણના પુરાવા સહિત ચૂંટણી પંચ સમક્ષ ખોટા પુરાવા રજૂ કર્યા છે અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે.
નીરવ કવિ જાતી ફેરવ્યાનો દાવો - નીરવ કવિ પોતે મુસ્લિમ છે છતાં પણ તેમણે પોતાની જાતને હિંદુ બતાવીને ચૂંટણી લડ્યા હોવાની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી. ભાજપના નીરવ કવિ (Nirav Kavi case) સામે નવરંગપુરા બોર્ડમાં મુસ્લિમ યુવક હિન્દુ નામે ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે સાથે ભાજપના નીરવ કવિના નામનું જે ઉમેદવાર છે એ ફોર્મ પણ રદ કરવામાં આવે એવી અરજદાર દ્વારા કોર્ટમાં (Nirav Kavi in Metro Court Case) રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Danish Qureshi Case : અભદ્ર ટીપ્પણી કરનારા AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીના જામીન અંગે કોર્ટે શું કર્યો નિર્ણય જાણો
"મુસલમાન હોવા છતાં તેમણે પોતાને હિન્દુ ગણાવ્યા" - આ સમગ્ર મામલે અરજદારના વકીલ પરેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, AMC 2021ની ચૂંટણીમાં નવરંગપુરા વોર્ડમાં ભાજપ તરફથી કવિ નીરવના ઉમેદવાર જીત્યા હતા. પરંતુ, તેઓ જાતે મુસલમાન હોવા છતાં તેમણે પોતાને હિન્દુ ગણાવ્યા હતા અને ચૂંટણી પંચ સમક્ષ પોતાના તમામ પુરાવા રજૂ કર્યા હતા. એમણે સોગંદનામાં પોતાની જન્મ તારીખ ખોટી દર્શાવી હતી અને સાથે સાથે અમારા ઉમેદવાર પાસે RTI થકી બધા ડોક્યુમેન્ટ માંગતા ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા અને બધી વિગતો સામે આવી હતી. જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ, તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં અમે મેટ્રો કોર્ટમાં આ અંગે કેસ દાખલ કર્યો હતો. જેને લઇને મેટ્રો 90 દિવસની અંદર આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને વિગતો રજુ માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : હાર્દિક પટેલ સહિતના અન્ય 21 લોકો આ કારણોસર પહોંચ્યા હતા મેટ્રો કોર્ટ
અરજદાર પાસે પુરાવા - અરજદાર જય પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે સમગ્ર સાચા પુરાવાઓ છે. જેમાં કવિ નીરવનું સોગંદનામું તેમનું લિવિંગ સર્ટિફિકેટ એફિડેવિટ એડ્રેસ (Nirav Kavi Gender) આધારકાર્ડ તેમની ખોટી બતાવેલી જન્મ તારીખ બધા ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં તેમણે પોતે મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ ગણાવીને આ ચૂંટણી જીત્યા છે. સાથે સાથે ચૂંટણી પંચ સમક્ષ પણ આ તમામ ખોટા પુરાવા રજૂ કર્યા છે. જેથી અરજદારનું ફોર્મ રદ કરવામાં આવે તેવી કોર્ટમાં રજૂઆત કરી છે. આ સમગ્ર મામલે મેટ્રો કોર્ટે પક્ષોની રજૂઆત સાંભળીને નવરંગપુરા પોલીસ સ્ટેશનના PI અને 202ની ઇન્કવાયરી કરવાનો હુકમ કર્યો છે. તેમજ અને 90 દિવસમાં ઇન્કવાયરી તપાસ રિપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે તેમજ નીરવ કવિની સામે પણ તપાસના આદેશ મેટ્રો કોર્ટે આપ્યા છે.