ETV Bharat / city

અમદાવાદ: ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની હડતાળ, કરોડોના વ્યવહાર ઠપ્પ

author img

By

Published : Nov 26, 2020, 10:57 AM IST

અમદાવાદ સહિત દેશભરમાં બેન્કના ખાનગીકરણ અને સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ યુનિયનના અને કામદાર કર્મચારી સંગઠનો દ્વારા એક દિવસીય હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે.

ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીય કૃત બેન્કોની હડતાળ

  • રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ હડતાળ પર
  • ખાનગીકરણ અને અન્ય નીતિઓના વિરોધમાં હડતાળ
  • હડતાળથી થશે કરોડોનું નુકસાન

અમદાવાદઃ જિલ્લા સહિત દેશભરમાં બેન્કના ખાનગીકરણ અને સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ યુનિયનના અને કામદાર કર્મચારી સંગઠનો દ્વારા એક દિવસીય હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે.

શા માટે કર્મચારીઓ કરી રહ્યા છે હડતાળ?

બેન્કોના ખાનગીકરણ અને બેન્કોને મર્જ કરવા બાબતે બેન્ક કર્મચારીઓએ બેન્ક હડતાળનું એલાન આપ્યું છે. મર્જ થવાના કારણે બેન્કોની બ્રાન્ચ ધીરે ધીરે બંધ થઈ રહી છે, જેને કારણે નોકરીની તકો ઓછી થઈ રહી છે અને બેન્ક દ્વારા પણ નવી ભરતી કરવામાં આવી રહી નથી. આ ઉપરાંત મોટા ભાગની બેન્કો ખાનગીકરણ તરફ વળી રહી હોવાથી કાયમી નોકરી પણ ના મળી શકે, જેને લઈ એક દિવસીય હડતાળ કરવામાં આવી છે.

બેન્કો બંધ રહેવાથી કેટલું નુકસાન થશે?

બેન્કોની એક દિવસની હડતાળમાં દેશના 25,000 કર્મચારીઓ જોડાયા છે, જેના કારણે બેન્કો બંધ રહેતા 10,000 કરોડના વ્યવહાર ઠપ્પ થઈ જશે. આ ઉપરાંત લગ્નની સીઝન હોવાને કારણે જે લોકોને પૈસાની જરૂર હશે તે બેન્કમાંથી મોટી રકમ નહીં ઉપાડી શકે. એક દિવસ બેન્ક બંધ થવાથી અનેક લોકોને નુકસાન થયું રહ્યું છે.

આ પણ વાંચોઃ આજની હડતાલમાં 25 કરોડ કામદારો સામેલ થશે : ટ્રેડ યુનિયન્સ

સેન્ટર ફોરમ ઓફ ટ્રેડ યુનિયન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 26 નવેમ્બરના રોજ અખિલ ભારતીય હડતાલની તૈયારી પુરજોરમાં ચાલી રહી છે. અમને આશા છે કે, આ હડતાલમાં 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.