અમદાવાદઃ નવી શિક્ષણ નીતિને અમલી બનાવવા શિક્ષણ સંસ્થાઓમાં માળખાગત ફેરફાર અને ચર્ચાઓ બાદ વિશદ છણાવટ કરવી જરૂરી છે. જેને લઈને ગઈકાલે જ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતની યુનિવર્સિટીઓના કુલપતિ અને શિક્ષણવીદોની એક ટાસ્કફોર્સ બનાવી છે. જે નવી શિક્ષણનીતિને અમલી બનાવવા માટે જરૂરી શક્યતાઓ અને મુદ્દાઓ તપાસીને તેનો બહુઆયામી રિપોર્ટ રજૂ કરશે.
નવી શિક્ષણનીતિ મુદ્દે GLS યુનિવર્સિટી દ્વારા નેશનલ લેવલનો વેબિનાર યોજાયો 10 સપ્ટેમ્બરના રોજ નવી શિક્ષણનીતિની હાયર એજ્યુકેશન પર અસર અને શક્યતાઓ તપાસવા માટે અમદાવાદની GLS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા વેબિનાર યોજવામાં આવ્યો હતો. નેશનલ લેવલનો આ વેબીનાર સવારે 11:00 વાગે શરૂ થયો હતો અને બપોરે 1:00 વાગે સંપન્ન થયો હતો. આ વેબીનારમાં સંપૂર્ણ દેશમાંથી અગ્રણી શિક્ષણવિદોએ ભાગ લીધો હતો. ખાસ કરીને ઇન્ડિયન યુનિવર્સિટી એસોસિએશનના જનરલ સેક્રેટરી પંકજ મિત્તલ આ વેબીનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બે કલાક યોજાયેલા આ વેબિનારમાં નવી શિક્ષાનીતિના અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નવી શિક્ષણનીતિ મુદ્દે GLS યુનિવર્સિટી દ્વારા નેશનલ લેવલનો વેબિનાર યોજાયો નવી શિક્ષાનીતિ પર GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે, હવે ભારતમાં પણ ફોરેન યુનિવર્સિટીઓની સિસ્ટમ પ્રમાણે હાયર એજ્યુકેશન અંતર્ગત કોલેજમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને એક વર્ષ પૂર્ણ થતા સર્ટિફિકેટ, બે વર્ષ પૂરા કરીને ડિપ્લોમા, ત્રણ કે ચાર વર્ષ પૂરા કરીને ડિગ્રી અને માસ્ટર ડિગ્રીની મેળવી શકશે. ભારતમાં જ્યારે વિદ્યાર્થી પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી ત્યારે આ નવી શિક્ષણનીતિ દ્વારા વિદ્યાર્થીઓ સર્ટીફિકેટ મેળવી શકશે.સુધીર નાણાંવટીએ વધુમાં જણાવ્યું હતું કે, જો ફોરેન યુનિવર્સિટીઓ ભારતમાં આવે તો વાલીઓ પોતાના બાળકોને ફોરેન ભણવા જવા મોકલવાના મોટા ખર્ચમાંથી બચી જશે અને વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાનું શિક્ષણ ભારતમાં જ મળશે. ખાસ કરીને આટલા વર્ષોથી એક જ રૉ પ્રમાણે શિક્ષણ ચાલતું હતું. જેમાં સાયન્સ, કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમનું સ્પષ્ટ વિભાજન હતું. ત્યારે વિદ્યાર્થીઓને અન્ય વિષય પસંદ હોવા છતાં, પોતાના સ્ટ્રીમની બહાર તે ભણી શકતા ન હતા અને સર્ટિફિકેટ મેળવી શકતા ન હતા. ત્યારે નવી શિક્ષણનીતિથી લિબરલ આર્ટ્સને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થી પોતાની પર્સનાલિટી અને સ્કિલ ડેવલપ કરી શકશે. પરિણામે તે ભારત સહિત વિશ્વની કોઈ પણ જગ્યાએ પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકશે.