અમદાવાદઃ દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ આઝાદીના અમૃતકાળમાં (Indian Independence Day )જેટલું પુરુષનું યોગદાન રહ્યું છે તેટલું યોગદાન મહિલાનું ( Best of Bharat ) પણ રહ્યું છે.તેથી આઝાદી અમૃત મહોત્સવ ઉજવણી (azadi ka amrit mahotsav) દરમિયાન આજ પણ મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું દેશ માટે અને સમાજ માટે ઉત્કૃષ્ટ યોગદાન (Har ghar tiranga )આપી રહી છે. ત્યારે આવો જાણીએ તેવી જ એક મહિલા ( Nari Shkati )વિશે જેણેે વિચરતી અને વિમુક્ત જાતિના (nomadic and de notified tribes ) લોકો માટે વિકાસના કામો કર્યા છે. નારી શક્તિને સલામ કરીએ.
સરકાર પાસે બેસીને પોલિસી બનાવીઃ સામાજિક કાર્યકર્તા મિત્તલ પટેલ (Mittal Patel Social Worker) ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક લોકો એક ગામથી બીજા ગામ કામ માટે ફરતા હોય છે. તે લોકોનું સ્થાનિક સરનામું હોતું નથી. જેના પગલે અમે 2005થી આ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે કામ કરવાનું નક્કી કર્યું. જેમ અન્ય લોકો માટે પણ પોલિસી બનાવવામાં આવે છેતેવી જ રીતે વિચરતી અને વિમુક્ત (nomadic and de notified tribes ) લોકો માટે પણ પોલીસી બનાવવામા આવે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે બેસી કામ (Changemakers) કર્યું છે.
5000 લોકોને વિના વ્યાજે લોન આપીઃ વધુમાં મિત્તલ પટેલે (Mittal Patel Social Worker) ઉમેર્યું હતું કે આ લોકો આર્થિક રીતે સક્ષમ હોતા નથી જેના કારણે છૂટક મજૂરી કરવા મજબૂર બને છે. જેને લઈ અમે અત્યાર સુધી અંદાજિત 5000 લોકોને વિના વ્યાજ લોન આપી છે. જે લોકો લોન લઈ શકતા નહોતાં તેમને સહાય આપવામાં આવી છે. જે લોકોને પોતાના મકાન નહોતા તેવા અંદાજિત 1500 જેટલા લોકોને પાકા મકાન બનાવી (Dill Se Desi )આપ્યા છે.
450 જેટલા બાળકો ફ્રી અભ્યાસ કરી રહ્યા છેઃ હાલના સમયમાં શિક્ષણ પ્રાપ્ત કરવું ખૂબ જ જરૂરી છે.પરંતુ વિચરતી અને વિમુક્ત જાતિના (nomadic and de notified tribes ) લોકો બાળકો અભ્યાસથી વંચિત રહી ન જાય તે માટે 450 જેટલા બાળકોને હોસ્ટેલ સાથે મફતમાં શિક્ષણ આપવામાં આવ્યું છે. આગામી સમયમાં ગાંધીનગરની બાજુ આવેલા પાનસર ખાતે નવું શિક્ષણ સંકુલ તૈયાર કરવામાં આવશે. જેમાં એક સાથે 2500 જેટલા બાળકો મફતમાં અભ્યાસ કરી શકશે.
આ પણ વાંચોઃ આ 'મર્દાની' સામે બધા 'પુષ્પારાજ' થઈ જાય છે ફેલ
ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા દૂર કરીઃ ઉત્તર ગુજરાતમાં દિવસેને દિવસે પાણીનો જથ્થો ઊંડો જઇ રહ્યો છે.જેના કારણે પીવાના પાણી સમસ્યા ઉદભવતા ઉત્તર ગુજરાતના તળાવ ઊંડા કરવાનો નિર્ણય કર્યો હતો. જેને પગલે છેલ્લા 5 વર્ષથી તળાવ ઊંડા કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સુધીમાં 197 તળાવ ઊંડા કર્યા છે.
બનાસકાંઠાને હરિયાળું બનાવવાનો ટાર્ગેટઃ મિત્તલ પટેલે (Mittal Patel Social Worker) એ લક્ષ્ય નક્કી કર્યું છે કે ઉત્તર ગુજરાતમાં જેમાં ખાસ કરીને બનાસકાંઠામાં વૃક્ષો વાવીને એક જંગલ ઉભું કરવું છે. જેમાં માટે કુલ 5 લાખ જેટલા વૃક્ષો વાવવાનો ટાર્ગેટ મુકવામા આવ્યા છે. એક જ જગ્યા પર અંદાજિત 1000 જેટલા વૃક્ષો વાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 3 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વૃક્ષોની જાળવણી યોગ્ય રીતે થાય તે માટે 3 વર્ષ માટે માણસોની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મંગળયાન અને ચંદ્રયાન પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવનારાં ગુજરાતી વૈજ્ઞાનિક મિનલ રોહિતની અનોખી સિદ્ધિ
વડાપ્રધાને માંગી સલાહઃ અત્યાર સુધી માત્ર ગુજરાતમાં વિચરતી અને વિમુક્ત જાતિના (nomadic and de notified tribes ) લોકો માટે કામ કરવામાં આવતું હતું પણ 2019માં દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા પણ આ વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને કેવી રીતે આગળ લાવી શકાય તે માટે સલાહ માંગવામાં આવી હતી. જેના મુજબ 2019માં આ લોકો માટે વેલફેર બોર્ડની રચના કરવામાં આવી છે. જેમાં મિત્તલ પટેલને (Mittal Patel Social Worker) પણ એક સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિએ કર્યું સન્માનઃ આવા સામાજિક કામો માટે મિત્તલ પટેલ (Mittal Patel Social Worker) અનેક એવોર્ડ મેળવી ચૂક્યાં છે. જેમાં ખાસ જોઈએ તો 2017માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ( Former President Ram Nath Kovind ) હસ્તે નારી શક્તિ એવોર્ડ અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના (Former CM Vijay Rupani ) હસ્તે રાજ્ય મહિલા ઉત્કૃષ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.