ETV Bharat / city

Naresh Patel On Delhi Visit: તારીખ પે તારીખ... નરેશ પટેલ રાજકારણમાં જોડાવાનો નિર્ણય આ તારીખ સુધી જાહેર કરશે - હાર્દિક પટેલ કોંગ્રેસ સંઘર્ષ

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે હવે તેમણે નવી મુદત પાડી છે. દિલ્હીથી (Naresh Patel On Delhi Visit) રાજકોટ આવ્યા પછી નરેશ પટેલે કહ્યું કે 15 મે સુધીમાં હું રાજકારણમાં આવવા માટેનો નિર્ણય જાહેર કરીશ. દિલ્હીમાં તેઓ કોને મળ્યા અને શું કોંગ્રેસમાં તેઓ જોડાશે? તેને લઇને તેમણે જણાવ્યું હતું.

તારીખ પે તારીખ... નરેશ પટેલ રાજકારણમાં જોડાવાનો નિર્ણય આ તારીખ સુધી જાહેર કરશે

author img

By

Published : Apr 23, 2022, 6:26 PM IST

અમદાવાદ: નરેશ પટેલ છેલ્લા 2 દિવસથી દિલ્હી (Naresh Patel In Delhi)માં હતા, ત્યાં તેઓ કોંગ્રેસના હાઈકમાન્ડમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળવાના હતા અને પ્રશાંત કિશોર (Naresh Patel Meet Prashant Kishore)ને મળવાના હતા. તે પછી જ તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે. દિલ્હી (Naresh Patel On Delhi Visit)થી પરત આવેલા નરેશ પટેલે જણાવ્યું કે, હું દિલ્હી સામાજિક કામથી ગયો હતો. લગ્નપ્રંસગે ગયો હતો અને ત્યાં લગ્નમાં પ્રશાંત કિશોર સાથે મુલાકાત થઈ હતી. મારે રાજકારણમાં જોડાવું કે નહી તે અંગેનો સમાજનો સર્વે તૈયાર થયો છે.

તમામ પક્ષોએ મને આમંત્રણ આપ્યું છે- તેમણે આગળ કહ્યું કે, હજી કેટલાક ફીડબેક લેવાના બાકી છે. હું જોઈ વિચારીને નિર્ણય કરીશ. દરેક વખતે ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવે ત્યારે તમામ પક્ષો મને આમંત્રણ આપે છે અને હું તેમનો આદર કરું છું. આ વખતે પણ તમામ પક્ષોએ મને આમંત્રણ આપ્યું છે. રાજકારણ (Naresh Patel On His Politics Entry)માં જોડાવા અંગેનો નિર્ણય હું તમારી સામે આવીને જ જાહેર કરીશ.

આ પણ વાંચો: Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો

કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું તે વાત સાચી નથી- નરેશ પટેલે કહ્યું કે, 15 મે સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યાં સુધીમાં હું મારો નિર્ણય જાહેર કરી દઈશ. હું સામાજિક કાર્યકર છું, હું દિલ્હીમાં કોને મળ્યો તે જાહેર નહી કરું. પણ બીજી મેએ હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું (Naresh Patel Congress) તે વાત સાચી નથી.

હાર્દિક કોંગ્રેસથી નારાજ છે- હાર્દિક પટેલનો પ્રશ્ન પુછાતા નરેશ પટેલે કહ્યું હતું કે, હા હાર્દિક પટેલ (Hardik Patel Congress Conflict) મને મળ્યા હતા અને તેમણે કોંગ્રેસની કેટલીક બાબતો અંગે નારાજગી દર્શાવી હતી. પણ તે તેમના વિચારો હતા. રાજકારણમાં જોડાવા અંગેના નિર્ણયમાં મોડું થયું છે, પણ યોગ્ય વિચાર કરીને જ નિર્ણય કરીશ, નહી તો મારે અને સમાજે ભરાઈ પડવા જેવું થાય.

આ પણ વાંચો: Naresh Patel Khodaldham: નરેશ પટેલના રાજકારણમાં આવવાના નિર્ણયને પરિવાર આપશે સમર્થન? પુત્ર શિવરાજે જાણો શું કહ્યું

નરેશ પટેલને CM બનાવવાની વાત ખોટી છે- નરેશ પટેલને CM બનાવવા સુધીની વાત કોંગ્રેસમાં થઈ છે અને ગુજરાત કોંગ્રેસની કમાન પીકે સંભાળે તેવી વાત પર નરેશ પટેલે કહ્યું હતું કે, આવી કોઈ વાત નથી. મે કોઈ જ આવી વાત કરી નથી. માત્ર એટલું કહીશ પીકે સાથે મુલાકાત થઈ છે. હું કોઈ રાજકીય રણનીતિકાર નથી અને હું દિલ્હી કોઈ રાજકીય મુલાકાત માટે ગયો નહોતો.

સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ- છેલ્લા ત્રણેક મહિનાથી નરેશ પટેલની રાજકારણમાં જોડાવાની વાત ચાલી રહી છે. જો કે નરેશ પટેલ એમ કહી રહ્યા છે કે સમાજ કહેશે તે રીતે હું કરીશ. સમાજ સર્વે કરી રહ્યો છે, સર્વેનો રીપોર્ટ આવશે પછી હું નિર્ણય કરીશ. આ વાતની ચર્ચા ચોરે ને ચૌટે છે. હાલ નરેશ પટેલનું વજન સૌરાષ્ટ્રના પાટીદારો (Patidar Community In Saurashtra)માં વધુ છે. આથી નરેશ પટેલને તમામ પક્ષો પોતાની તરફ વાળવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.