અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi prime minister) માટે આજનો દિવસ (7 ઓક્ટોબર) ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. કારણ કે, આજથી 21 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2001ના દિવસે તેમણે ગુજરાતના 14મા મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વખત શપથગ્રહણ કર્યા હતા. આ સાથે જ તેઓ વર્ષ 2001, 2002, 2007 અને 2012 એમ 4 વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. મુખ્યપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ તેમનો રહ્યો હતો. એટલે કે, આ જ દિવસે તેમની સત્તાવાર રીતે રાજકીય કારકિર્દી (narendra modi political journey) શરૂ થઈ હતી.
પહેલી જ વખત ધારાસભ્યને ડાયરેક્ટ CM પદ નરેન્દ્ર મોદીની રસપ્રદ વાત એ છે કે, તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યાને ત્યારબાદ મુખ્યપ્રધાન બન્યા. આ રીતે તેઓ પહેલી વખત સાંસદ તરીકે દેશના પણ વડાપ્રધાન બન્યા છે. 13 વર્ષ ગુજરાતમાં શાસન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (narendra modi prime minister) કેન્દ્ર સરકારમાં ઝંપલાવ્યું ને વર્ષ 2014માં તેમણે વડાપ્રધાન તરીકે પહેલી વખત શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ 8 વર્ષની ઉંમરથી RSSના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 1985માં ભાજપમાં સામેલ થયા હતા. લાંબી કારકિર્દી બાદ વર્ષ 2001માં તેઓ પહેલી વખત ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે (Narendra Modi Gujarat Chief Minister) પસંદગી પામ્યા હતા.
પડકાર વચ્ચે કર્યું કામ 1988થી 1995 એક કુશળ રણનીતિજ્ઞના રૂપમાં નરેન્દ્ર મોદીની ઓળખ ઊભી થઈ હતી. તેમણે ગુજરાત ભાજપને ગુજરાત રાજ્યમાં સત્તાધારી પક્ષ બનાવવા માટે પાયાનું કામ કર્યું હતું. ઓક્ટોબર 2001ના દિવસે તેમને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે મુખ્યપ્રધાન તરીકે (narendra modi cm period) હોદ્દો સંભાળ્યો ત્યારે સૌથી મોટો પડકાર જેનો તેમણે સામનો કરવો પડ્યો, તે હતો જાન્યુઆરી વર્ષ 2001ના વિનાશક ભૂકંપના અસરગ્રસ્ત વિસ્તારોનું પુનઃર્નિર્માણ અને પુનઃર્વસન.
વિકાસને આપી નવી ગતિ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન (Narendra Modi Gujarat Chief Minister) બન્યા પછી રાજ્યને વિકાસને નવી ગતિ આપી હતી. તેના કારણે ડિસેમ્બર 2022ની ચૂંટણીઓમાં તેમની સરકારે 182 બેઠકોમાંથી 128 બેઠકો પર જંગી બહુમતી મેળવી હતી. આ સાથે જ તેમની સરકાર ફરીથી ચૂંટાઈ આવી હતી. ત્યારબાદ 22 ડિસેમ્બર 2002ના દિવસે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બીજી વખત શપથગ્રહણ (Narendra Modi Gujarat Chief Minister oath) કર્યા હતા.
વિરોધીઓ સામે કર્યા ઉપવાસ અનેક અવરોધો વચ્ચે પણ તેમણે નક્કી કર્યું હતું કે, નર્મદા બંધ 121.9 મીટરની ઊંચાઈ (narmada dam height) પર પહોંચે. તેમણે નિર્માણમાં અવરોધ ઊભો કરનારાઓની વિરૂદ્ધમાં ઉપવાસ પણ કર્યા હતા. જ્યારે સુજલામ સુફલામ ગુજરાતમાં (sujlam suflam yojna) જળ સ્રોતોની એક ગ્રિડ બનાવવા માટેની એક એવી યોજના, જે જળ સંરક્ષણ અને તેના યોગ્ય ઉપયોગની દિશામાં બીજું એક અભિનવ પગલું છે. સાથે જ તેમણે સૉઇલ હેલ્થ કાર્ડ, રોમિંગ રેશન કાર્ડ, રોમિંગ સ્કૂલ કાર્ડ વગેરેની શરૂઆત જેવા અનેક નવા વિચાર આપ્યા હતા.
તેમના નેતૃત્વમાં ગુજરાતને અનેક પુરસ્કાર મળ્યા આ ઉપરાંત કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃ વંદના, બેટી બચાવો અભિયાન, જ્યોતિગ્રામ યોજના અને કર્મયોગી વગેરે જેવાં અભિયાનો ગુજરાતના વિકાસમાં મદદરૂપ થયા છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતને વિશ્વભરમાંથી અનેક બહુમાન અને પુરસ્કારો પણ મળ્યા છે. તેમાં આપત્તિ વ્યવસ્થાપન માટે સંયુક્ત રાષ્ટ્ર તરફથી સાસાકાવા પુરસ્કાર, રચનાત્મક અને સક્રિય વહીવટ માટે કૉમનવેલ્થ એસોશિયેશન ફોર પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન એન્ડ મૅનેજમેન્ટ (સીએપીએએમ) અને યુનેસ્કોનો એવૉર્ડ, ઈ ગવર્નન્સ માટે સી.એસ.આઇ. પુરસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.
વાયબ્રન્ટ ગુજરાતે કરી કમાલ ગાંધીનગરમાં યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit gujarat) પણ તેમણે શરૂ કરાવી હતી. વિશ્વ ફલક પર ગુજરાતને મૂકવા માટે તેમની આ પહેલ હતી. આ સમિટના (vibrant summit gujarat) કારણે વિશ્વભરના રોકાણકારોનું ધ્યાન ગુજરાત તરફ વાળવાનું તેમનું લક્ષ્યાંક હતું. આજની સરકાર વારંવાર કહેતી આવે છે કે, ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે.