ETV Bharat / city

Sports Complex Inauguration: કેન્દ્રિય ગૃહપ્રધાને લોકોને આપી દીધું એક વચન, કહ્યું.... - અમદાવાદની મુુલાકાતે અમિત શાહ

અમદાવાદના નારણપુરા ખાતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું (Sports Complex Inauguration) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ઓલિમ્પિકની તૈયારીઓ (Sports Complex inauguration Amit Shah) માટે સજ્જ થઈ જશે. સાથે જ દેશના સૌથી વિકિસત મતક્ષેત્ર તરીકે આપણું મતક્ષેત્ર બનશે તેવું તેમણે જણાવ્યું હતું.

Sports Complex Inauguration: કેન્દ્રિય ગૃહપ્રધાને લોકોને આપી દીધું એક વચન, કહ્યું....

author img

By

Published : May 30, 2022, 9:34 AM IST

અમદાવાદ : કેન્દ્ર સરકારની સહાય બાદ રાજ્ય સરકાર અને AMC દ્વારા બનનાર નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું (Sports Complex) ખાતમુહૂર્ત કરાયું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતીમાં ભારત માતાની જયના નારા સાથે સંબોધન શરુ કર્યું હતું. ગુજરાતમાં ગોલ્ડ લાવવાના સંકલ્પ સાથે ભારત માતાની જય જય કાર કરાવી હતી. ગુજરાતના તમામ ઉપસ્થિત રાજકીય ગાંધીનગર લોકસભા ક્ષેત્રના મહાનુભાવોને રામરામ કરીને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પોતાનું સંબોધનની શરૂઆત કરી હતી.

વડાપ્રધાને આ જગ્યા વિકસાવવા કરોડો રૂપિયા આપ્યા - ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, દરેકના હદયમાં આજે આનંદનો ઉમળકો છે. મારા જેવા કાર્યકર્તાનો આ જગ્યાથી ખૂબ (Naranpura Sports Complex) જૂનો નાતો છે. અહીંથી 100 મીટર દૂર જ મારું ઘર છે. અવારનવાર અહીં ક્રિકેટ રમતા જોઈ છે. 50 વર્ષથી આજ મેદાનમાં કબડ્ડી ક્રિકેટની રમતો રમાતી આવી છે. પણ તેને વિકસાવવામાં કોઇની નજર ના પડી, ત્યારે વડાપ્રધાન મોદીએ તક આપી છે. મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જગ્યા વિકસાવવા 500 કરોડ રૂપિયા ગાંધીનગર માટે આપો તેવી વિનંતી કરી અને સાહેબે ધડાકા કરીને આપ્યાને આ કોમપ્લેક્ષ બન્યું.

ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત

"જીવનમાં રમત જગત જરુરી" - વઘુમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, આજે પણ આસપાસના નારણપુરા, સાબરમતી વોર્ડની અનેક શાળાઓમાં મેદાન નથી. બાળકોને રમવાની (Amit Shah visit Ahmedabad) જગ્યા નથી. તેથી જ્યાં બાળકો માટે સુવિધા નથી કે મેદાન નથી તે તમામ બાળકો અહીં રમી શકશે. આજના આધુનિક બાળકોને હાર પચાવચા નથી આવડતી, બાળકોમાં રમતગમતના અભાવામાં ઘણી ત્રુટિઓ આવી છે. તેથી જીવનમાં રમત જગત જરૂરી છે. હું ખાત્રી આપું છું કે બરાબર 30 મહિનામાં 50 વર્ષથી આ જગ્યા રિઝર્વ હતી ત્યાં કોમ્પલેક્ષ બની જશે. હવે રમતગમત વીરોનું સપનું પૂરું થશે. આજ નારણપુરાની ધરતી પરથી ગોલ્ડ મેડલ વાળા ખેલાડીઓ બહાર આવશે.

આ પણ વાંચો : રાજકોટમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનશે, 8 કરોડનો ખર્ચ, 10 ગેમ્સ એક સાથે રમાશે

સ્પોર્ટ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત - નારણપુરા વિસ્તારમાં 20.39 એકરની જમીનમાં 631.77 કરોડના ખર્ચે બની રહેલા સ્પોર્ટ કોમ્પલેક્ષનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહર્તનું (Sports Complex Inauguration Amit Shah) આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહપ્રધાને કહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનતાની સાથે જ અમદાવાદ ઓલિમ્પિકની તૈયારીઓ માટે સજ્જ થઇ જાય તેવું આયોજન છે. ગુજરાતની અંદર જ ગોલ્ડ લાવવાની સંકલ્પની મુઠ્ઠી ભીંસી પ્રચંડ અવાજ સાથે બધાએ ભારત માતા કી જય બોલાવી હતી. ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોને, વાલીઓને હૃદયમાં આનંદ અને ઉમળકો હશે. વધુમાં જણાવ્યું હતું કે, નારણપુરામાં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ કોમ્પલેક્ષ (International Class Sport Complex) બનવા જઇ રહ્યું છે.

અમદાવાદમાં ઓલમ્પિકની તૈયારીઓ - સ્પોર્ટ કોમ્પલેક્ષમાં દરેક શાળાઓ વારાફરતી પીટીનો પીરિયડ મર્જ કરીને અહીં રમવા માટે આવશે. ધીરે ધીરે બાળક માટીથી દુર જઇ રહ્યા છે. હારે નહી કે જીતે નહી તેથી જીવનમાં હાર પચાવતા પણ આવડે નહીં અને પછી શુંનુ શું કરી બેસે. હું તમને બધાને પ્રોમિસ આપુ છું કે 30 મહિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરાવીશ. હું પોતે સમગ્ર પ્રોજેક્ટ પર સીધી જ નજર રાખી રહ્યો છું. મોદી સાહેબે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં એક વિશાળ જગ્યા આપી છે. આ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પલેક્સ બનતાની સાથે જ અમદાવાદમાં ઓલમ્પિકની તૈયારીઓ (Ahmedabad Olympics Preparations) માટે સજ્જ થઈ જશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નારણપુરા સ્પોર્ટ કોમ્પલેક્ષ અને અન્ય 3 કોમ્પલેક્ષ સ્ટેડિયમ ભેગા મળીને ઓલમ્પિકની તૈયારીઓ પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો : Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર

ખેલાડીઓને પ્રોત્સાહન અપાશે - વઘુમાં જણાવ્યું હતું કે, નારણપુરા સ્પોર્ટ્સ સંકુલમાં (Ahmedabad Sports Sankul) એક સાથે 18 રમત અને 7000 પ્રેક્ષક બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. જેમાં વૈશ્વિક કક્ષાની ચાર વોલીબોલ પીચ, બે ફૂટબોલ પીચ, સ્વિમિંગ પુલ, ઇન્ડોર ગેમ્સની વ્યવસ્થા કરાશે સાથે જ આઉટડોર રમતો માટે પણ સંકુલમાં વ્યવસ્થા કરાઇ છે. આ કોમપ્લેક્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે બનાવાયું છે. જેમાં ગુજરાતના ખેલાડીઓની પ્રતિભા સારી રીતે ઉજાગર થાય તે માટે ખેલાડીઓને પ્રોત્સાહન અપાશે.

"દેશમાં સૌથી વિકિસત મતક્ષેત્ર" - વઘુમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, ગાંધીનગર ક્ષેત્રની વાત કરું તો ટોટલ 8613 કરોડના કામો, ગાંધીનગરમાં 1984 કરોડના કામ, 561 વેજલપુર, સાબરમતી વોર્ડમાં 634, સાંણંદમાં પણ 449 કરોડના વિકાસના કામો કર્યાં છે. હું વિશ્વાસ અપાવું છું કે તમે મને સંસદમાં મોકલ્યો છે તેથી દેશના સૌથી વિકિસત મતક્ષેત્ર તરીકે આપણું મતક્ષેત્ર બનાવીશ. તમામ શાળા સંચાલકોને આ કોમ્પલેક્ષમને પોતાની શાળાઓ સાથ જોડવું જેથી ક્ષેત્રના તમામ બાળકોને રમત ગમત દ્વાર સારા માનવી બનાવવાનું કામ કરી શકાય. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને આપણા ખેલાડીઓ 1થી 5માં પહોચવાનું કામ પણ વડાપ્રધાન મોદીને આભારી છે. હજુ આગળ વધવાનું છે. કેન્દ્રમાં રહેલી સરકારે આ 8 વર્ષમાં દેશને દુનિયાની દર્ષ્ટિએ આગળ લઇ ગયાં. આજે વૈશ્વિક લેવલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિપ્રાય મહત્ત્વનો મનાય છે. 2024 સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દુનિયામાં સૌથી વિકસિત મતક્ષેત્ર હશે તેની હું તમામને ખાત્રી આપું છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.