ETV Bharat / city

નંદન ડેનિમે રિયુઝેબલ ફેસ માસ્ક ‘કેરમાસ્ક’ લોન્ચ કર્યાં - ડેનિમ માસ્ક

સમગ્ર વિશ્વમાં કોવિડ-19નો હાહાકાર છે અને સરકારે કોરોનાથી બચવા માટે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ મહામારી વચ્ચે ફેસ માસ્કને આવશ્યક ચીજવસ્તુઓમાં સામેલ કરવામાં આવ્યાં છે. માસ્કની જરૂરિયાતની વચ્ચેની વધતી માગને ધ્યાનમાં રાખી કંપનીઓએ તેનો પૂરવઠો વધારવા ઝડપથી કામ કરવું પડે.

નંદન ડેનિમે રિયુઝેબલ ફેસ માસ્ક ‘કેરમાસ્ક’ લોન્ચ કર્યાં

author img

By

Published : Jul 1, 2020, 7:31 PM IST

અમદાવાદઃ કોવિડ-૧૯ રોગચાળા સામે કંપનીના યોગદાન તરીકે નંદન ડેનિમે પ્રોટેક્ટિવ ફેશન ડેનિમ માસ્કનું કલેક્શન લોન્ચ કર્યું છે. આ માસ્કને ‘કેરમાસ્ક’ નામ અપાયું છે અને ડબલ તથા ટ્રિપલ લેયરમાં ઉપલબ્ધ છે, જેથી રોજબરોજના ઉપયોગમાં અનુકુળ છે. આ યુનિસેક્સ માસ્કને તમામ ડેનિમ પ્રેમીઓ માટે ડિઝાઇન કરાયાં છે.

નંદન ડેનિમે રિયુઝેબલ ફેસ માસ્ક ‘કેરમાસ્ક’ લોન્ચ કર્યાં
નંદન ડેનિમે રિયુઝેબલ ફેસ માસ્ક ‘કેરમાસ્ક’ લોન્ચ કર્યાં
આ કલેક્શનમાં પોલ્કા પ્રિન્ટ, પામ પ્રિન્ટ, ૫ ડોટ પ્રિન્ટ, સ્ટાર પ્રિન્ટ, લેઝર પ્રિન્ટ અને ઇન્ડિગો સામેલ છે. તેમાં ૧૦૦ ટકા કોટનનો ઉપયોગ થયો છે જે એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાઇરલ ટ્રીટેડ છે જેથી લાંબા સમય સુધી તેને પહેરી શકાય છે. તેનું ટેક્સચર એવું છે કે તે હળવા છે અને આરામદાયક છે તથા સરળતાથી શ્વાસ લઈ શકાય છે. આ માસ્ક રિયુઝેબલ છે અને તેની ગુણવત્તાને નુકસાન પહોંચાડ્યા વગર ૩૦ વખત ધોઈ શકાય છે.

સીઇઓ દીપક ચિરિપાલે જણાવ્યું કે લોકડાઉન લાગુ થયું ત્યારથી અમે સરકારના પ્રયાસોને ટેકો આપવાના રસ્તા વિચારી રહ્યાં છીએ. સમય ઘણો બદલાયો છે અને આપણે આપણા સમુદાયને સુરક્ષિત રાખવા કામ કરવું જોઈએ. અમે હાઇજિન અને સુરક્ષાના તમામ પગલાં ધ્યાનમાં રાખીને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું છે. અમારા માસ્કની વિશેષતાના કારણે અમારા યુઝર્સને પૂરતું રક્ષણ મળશે. આ પર્યાવરણને ફાયદો પહોંચાડતી પ્રોડક્ટ છે, કારણ કે તેનો પુન:વપરાશ થઈ શકે છે અને તે કોટનમાંથી બનેલા છે. અમે હાલમાં માંગ પર નજર રાખીએ છીએ અને બજારની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કરીશું.તેમણે જણાવ્યું કે, લોકો છીંક ખાઇને અથવા ચહેરાને ર્સ્પશ કરીને અજાણતાં બીજાને ચેપ લગાડતા હોય છે. માસ્કના ઉપયોગથી વાઇરસને ઘણાં પ્રમાણમાં રોકી શકાય કારણ કે તે ચહેરા અને મોંને ઢાંકી દે છે અને અંદર કે બહાર જતી હવાને ફિલ્ટર કરે છે અને સુરક્ષા આપે છે. તે માત્ર આપણાં માટે નહીં પરંતુ બીજા માટે પણ સાવધાની તરીકે ઉપયોગી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.