અમદાવાદઃ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મભૂમિ પૂજન સંપન્ન થયું હતું. કોરોના વાઇરસને કારણે મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાદાઈથી ભૂમિ પૂજન યોજાયું હતું. મુસ્લીમભાઈઓ પણ રામ જન્મભૂમિ પૂજનને લાઈવ નિહાળ્યું હતું.
ભાજપના નેતા સુફી અનવર હુસેન શેખે કહ્યું હતું કે, ETV Bharat પર અમે રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ જોયો હતો. તે જોઈને ખૂબ જ ખુશી થઈ હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. હવે બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ અંગેના વિવાદને સમાપ્ત થઈ ગયો છે અને હવે દેશ વિકાસ અને કલ્યાણ તરફ આગળ વધી રહ્યો છે.
સામાજિક કાર્યકર્તા ઇમ્તિયાઝ લંઘાએ જણાવ્યું હતું કે, ETV Bharat એ સોશિયલ મીડિયા માટે એક સારું પ્લેટફોર્મ છે અને ETV Bharat પર અમે ઘરે બેઠા અમારા મોબાઇલ ફોન પર આખો રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ જોયો હતો. આજે આખો દેશ ખુશ છે અમે એનું સ્વાગત કરીયે છીએ.