નારોલ વિસ્તારમાં હાઈફાઈ ચાર રસ્તા પાસે એક પુરુષની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પુરુષની બંને આંખો કોઢી દેવામાં આવી છે. પોલીસ તપાસમાં મૃતક પુરુષનું નામ કનુભાઈ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પરિવારજનોને પોલીસે જાણ કરી છે. ઘટનાને પગલે FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.