અમાવાદ: અમાવાદના (Murder Case In Ahmedabad) સરદારનગર પોલીસ સ્ટેશનના હદમાં કુબેરનગર વિસ્તારમાં આવેલ નેહરુ નગર ખાતે રહેતા અર્જુનભાઈ ધીરાજીભાઈ મારવાડીની હત્યા કરવામાં આવી છે. દુકાન મામલે થયેલી તકરારમાં 6 શખ્સોએ મારામારી આધેડને મોતને ઘાટ ઉતારી દીધો (middle aged man killed shop dispute in Ahmedabad) હતો.
ઝઘડો કરી મારા મારી કરી હતી
આ દુકાન અમે લેવાના છીએ તો તમે કેમ દુકાન ખુલી રાખી છે તેમ કહી શિવ રાજ વાધેલા, કમલેશ શિવ વાધેલા, વિષ્ણુ રાજા વાઘેલા, મહેશ લક્ષ્મણ વાઘેલા, દિલીપ લક્ષ્મણ વાઘેલા તેમજ અમરત લક્ષ્મણ વાઘેલાએ ઝઘડો કરી મારા મારી કરી (Quarreled and killed me) હતી.
ઈજાગ્રસ્ત અર્જુનભાઈ મારવાડી સરવાર પહેલા દમ તોડ્યો
જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અર્જુનભાઈ મારવાડી સરવાર પહેલા દમ તોડ્યો હતો.આ અંગેની જાણ થતા સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. હાલ તમામ આરોપીઓ ફરાર છે.
મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા
મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. મૃતક પરિવારજનોનું કહેવું છે કે તમામ આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે પોલીસ ફરિયાદમાં આરોપીઓ ફરાર બતાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખૂની ખેલ ખેલાયો
અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખૂની ખેલ ખેલાયો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:
Incident of robbery in Ahmedabad: વસ્ત્રાપુરમાં થયેલ લૂંટના આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયા