ETV Bharat / city

Murder cases in Ahmedabad : અમદાવાદ ફરી બન્યું રક્ત રંજીત, ભાડૂઆતે મકાન માલિકની કરી હત્યા

author img

By

Published : Mar 21, 2022, 2:51 PM IST

મેટ્રો સિટી અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વિચાર કરવો પડે તે પ્રકારે અપરાધોમાં વધારો(Crime rate rises in Ahmedabad) થઇ રહ્યો છે. એક જ સપ્તાહમાં અમદાવાદ શહેરની ગુનાખોરીના ચોપડે ત્રણ હત્યાના બનાવ બનતાં પોલીસની કામગીરીને લઇ સવાલો ઊભાં થયાં છે. સાબરમતીમાં એક ભાડૂઆતે મકાનમાલિકની હત્યાના (Murder cases in Ahmedabad )બનાવમાં પોલીસની કામગીરી ચર્ચાનો વિષય બની છે.

Murder cases in Ahmedabad : અમદાવાદ ફરી બન્યું રક્ત રંજીત, ભાડૂઆતે મકાન માલિકની કરી હત્યા
Murder cases in Ahmedabad : અમદાવાદ ફરી બન્યું રક્ત રંજીત, ભાડૂઆતે મકાન માલિકની કરી હત્યા

અમદાવાદઃ શહેર ફરી રક્ત રંજીત બન્યું છે.શહેરના હવેલી, રખિયાલ વિસ્તાર બાદ હવે સાબરમતીમાં હત્યાનો બનાવ (Crime rate rises in Ahmedabad) બન્યો છે. એક જ અઠવાડિયામાં ત્રણ ત્રણ હત્યાના બનાવ બનતા પોલીસ પર પ્રશ્નો (Crime rate rises in Ahmedabad) ઉભા થયાં. મકાનના ભાડાને લઈને થયેલ તકરારની અદાવત રાખીને ભાડૂઆતે મકાન માલિકની હત્યા કરી નાખી છે. જેમાં મકાન માલિકને સોસાયટીની બહાર આવેલા ખુલ્લા ખેતરમાં લઇ જઇને તીક્ષ્ણ હથિયાર કે બોથડ પદાર્થ મારીને મોઢાના ભાગે તેમજ ગુપ્ત ભાગે ઇજા પહોંચાડીને મોતને ઘાટ (Murder cases in Ahmedabad )ઉતારી દીધાં હતાં.

અમદાવાદના ચાંદખેડામાં મકાન માલિકની હત્યા થઈ

આ પણ વાંચોઃ Crime In Ahmedabad: રખિયાલમાં મોબાઈલ ચોરીની આશંકાએ આધેડની હત્યા, ઈસ્ત્રીથી આપ્યાં ડામ

ક્યાં બન્યો બનાવ - રેલવેે સ્ટોરમાં એસ.ઓ તરીકે નોકરી કરતા અમિતકુમાર સત્યાર્થી પરિવાર સાથે ચાંદખેડા ગ્રીન પાર્ક વિભાગ-2 માં આવેલ શ્રવણ મહાવીર સોસાયટીમાં રહે છે. છેલ્લા અઢી માસથી અમિત કુમારે તેમના મિત્ર બાબુસિંગ યાદવની ઓળખાણથી સત્યેન્દ્રસિંહ ઉર્ફે મોનુ યાદવને મકાન ભાડે આપ્યું હતું. જેનું દર મહિને રૂપિયા 3 હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. ગઇકાલે બાબુસિંગ યાદવ સત્યેન્દ્રસિહના ઘરે આવતા મૃતકે એ બંને સાથે સાંજના સમયે જમવા બેઠાં હતાં. ત્યારે તેઓને મકાનના ભાડા બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં બાબુસિંગ યાદવ સત્યેન્દ્રસિંહને તેઓની સાથે લઈ ગયા હતાં.

રાતના સમયે સાથે લઇને બહાર ગયો આરોપી - જો કે રાત્રે ઘરે પરત આવ્યા બાદ સત્યેન્દ્રસિંહ એક બેગ લઈને જતો રહ્યો હતો. બાદમાં લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ તે પરત અમિતકુમારના ઘરે આવ્યો હતો અને તેઓ ને ઘરની બહાર બોલાવી ચાલતા ચાલતા બંને સોસાયટીની બહાર ગયા હતાં. જો કે મૃતક સત્યેન્દ્રસિંહ સાથે કોઈ કામથી બહાર ગયા હશે. તેમ સમજીને તેમના પત્ની અને બાળક સૂઈ ગયા હતાં. જ્યારે સવારે તેમના પાડોશીએ આવીને મૃતકની પત્નીને જાણ કરી હતી કે સોસાયટીની સામે આવેલા ખુલ્લા ખેતરમાં ક્રિકેટ રમવાની પીચ પર અમિત કુમાર જેવા વ્યક્તિનો મૃતદેહ (Murder cases in Ahmedabad )પડયો છે.

પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો - જ્યારે તેઓની પત્નીએ ઘટના સ્થળે જઈને જોયું તો મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેની જાણ કરતાં જ સાબરમતી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો (Murder cases in Ahmedabad )દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ હત્યાના (Landlord murder by tenant )અનેક કલાકો બાદ પણ હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે. અધિકારીઓને આરોપી આવી જશે તેવી બાંયધરી આપનાર જ સાબરમતી પોલીસ ખોટી પડી છે ને હજુ આરોપી ફરાર છે.

આ પણ વાંચોઃ Ahmedabad Murder Case : મિત્રો વચ્ચે બોલાચાલી થતા મિત્રે જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

લોકોમાં ડરનો માહોલ - પહેલાં તો સોલા ચાંદખેડા અને સાબરમતી પોલીસનો હદનો વિવાદ સર્જાયો હતો અને તેવામાં જ આરોપીને છટકવાનો મોકો મળ્યો. ત્યારે કેટલા સમયમાં હવે આરોપી પકડમાં આવે છે તે જોવાનું રહ્યું. ત્યારે એક જ અઠવાડિયામાં ત્રણ ત્રણ હત્યાના (Murder cases in Ahmedabad )બનાવોથી લોકોમાં પણ ડરનો માહોલ પેદા (Crime rate rises in Ahmedabad) થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.